News of Wednesday, 17th April 2019
BSPના નેતાનો વિડિયો વાઇરલ, કહ્યું..
રાજ બબ્બરને બૂટોથી મારીશ
લખનોૈ તા.૧૭: ફતેહપુર સીકરીમાં બીએસપી નેતા અને મહાગઠબંધન ઉમેદવાર ગુડ્ડુ પંડિત ઉર્ફે શ્રી ભગવાન શર્મા ફરી એક વખત પોતાના વિવાદાસ્પદ નિવેદનના લીધે ચર્ચામાં છે. એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં તેમણે આ સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બર અને તેમના સમર્થકોને જૂતાથી મારવાની વાત કહી છે, ત્યાં કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બરની વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે.
બીએસપી નેતાએ કહ્યું કે સાંભળી લો રાજ બબ્બરના ચમચાઓ, તમને દોડાવી-દોડાવીને જૂતાંથી મારીશું. જે જુઠ્ઠાણું ફેલાવી સમાજમાં જયાં મળશે ગંગા માતાના સોગંદ તમને જૂતાંથી મારીશ. તને અને તારા દલાલોનેય.
(10:33 am IST)