મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

અમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્કમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૩૪ વર્ષીય શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલર ઉપરાંત ફંડ ભેગુ કરી લીધુ છે.

જો કે તેઓ પોતાની જ ડેમોક્રેટીક પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન ૭૨ વર્ષીય કેરોલિન મેલોની સામે ચૂંટણીમાં ઊભા રહ્યા હોવાથી તેમના માટે કાંટે કી ટક્કર જેવા સંજોગો ચોક્કસ છે. પરંતુ શ્રી સુરજના મત મુજબ પ્રજાજનો હવે યુવાનોનુ પ્રતિનિધિત્‍વ માંગે છે. ઉપરાંત વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસ વુમનની પોલીસીથી પણ પ્રજાજનો ખુશ નથી.

૧લા કવાર્ટરમાં પાંચ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લેનાર શ્રી પટેલએ બીજા કવાર્ટરમાં પણ તેનાથી થોડુ વધુ ફંડ એટલે કે પાંચ લાખ પચ્‍ચીસ હજાર ડોલર ભેગા કરી લીધા છે જયારે તેમના ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધ પાંચ લાખથી થોડુ ઓછુ ફંડ ભેગુ કરી શકયા છે તેમણે યુ.એસ.માં પટેલો વિષે કોમેન્‍ટ કરવાનો વિવાદ રાજર્યો હતો. પ્રાઇમરી ચૂંટણી જુન ૨૦૧૮માં છે જેમાં વિજેતા થવા માટે શ્રી સુરજ આશાવાદી છે.

(9:27 pm IST)