મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

રશિયાએ બે યુદ્ધ જહાજો સીરિયા તરફ મોકલ્યા

મોટી સંખ્યામાં યુદ્ધ ટેન્ક,ટ્રક ,રડાર અને એમ્બ્યુલન્સ મોકલાયા:બન્ને જહાજો બોસ્પોરૂસ જળમાર્ગેથી નીકળ્યા

નવી દિલ્હી : સીરિયા પર કેમિકલ અટેકના જવાબમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના સંયુક્ત હુમલા બાદ રશિયાએ પોતાના બે યુદ્ધ જહાજો સીરિયા તરફ મોકલ્યા છે. આ યુદ્ધ જહાજોમાંથી એકમાં મોટી સંખ્યામાં યુદ્ધ ટેન્ક, ટ્રક,રડાર અને એમ્બ્યુલન્સ સીરિયા મોકલી છે બંને યુદ્ધ જહાજો બોસ્પોરૂસ જળમાર્ગેથી નીકળ્યા છે.

  રશિયા દ્વારા જે બે યુદ્ધ જહાજો સીરિયા મોકલાયા છે જેમાં બીજા યુદ્ધ જહાજમાં હાઈસ્પીડ પેટ્રોલ વોરશિપ, ઈમરજન્સીમાં બ્રિજ બનાવવા ઉપયોગી સામગ્રી અને નાની હોડીઓ મોકલી છે.અમેરિકા દ્વારા કરાયેલા હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિ ધમકી આપી ચુક્યા છે કે, જો ફરી સિરીયા પર હુમલો થશે તે દુનિયામાં તબાહી થઈ શકે છે.

(8:34 pm IST)