મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

પાકિસ્‍તાનના લાહોરમાં સોનેરી કપડાવાળા વરરાજાઅે આકર્ષણ જમાવ્‍યું: સોનાની ટાઇ હિરામોતી જડીત સુટ પહેર્યા હતાઃ ૧૭ લાખના બુટ પહેરીને અેન્‍ટ્રી મારી

લાહોરઃ પાકિસ્‍તાનના લાહોરમાં સોનેરી કપડાવાળા વરરાજાઅે ભારે આકર્ષણ જમાવયું હતું. લાખો રૂપીયાના કપડા પહેરીને સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા વરરાજાને જોવા લોકો ટોળે વળ્યા હતા. વરરાજાએ તેના રિસેપ્શનમાં સોનાના બૂટ પહેર્યા હતા, જેની કિંમત 17 લાખ રૂપિયા હતી.

પાકિસ્તાનના લાહૌરમાં હાફિઝ સલમાન શાહિદ નામનો વ્યક્તિ સોનેરી કપડાં પહેરીને રિસેપ્શનમાં આવ્યો. શાહિદે જે ગોલ્ડન રંગનો સૂટ પહેર્યો હતો તે સોના-હીરા જડીત હતો. જેની કિંમત 63 હજાર પાકિસ્તાની રૂપિયા હતી.

સૌથી હેરાન કરનારી વાત તો હતી કે વરરાજાની ટાઈ પણ સોનાની હતી, જેની કિંમત 1-2 હજાર નહીં પરંતુ 5 લાખ પાકિસ્તાની રૂપિયા હતી.

જાણકારી પ્રમાણે વરરાજાના બૂટ બનાવવા 31 તોલા સોનાનો ઉપયોગ થયો હતો. જ્યારે વરરાજાની ટાઈ 10 તોલા સોનાની બનેલી હતી.

આટલાં કિંમતી અને મોંઘા કપડાં પહેરનારા શાહિદ બિઝનેસમેન છે. કિમતી સૂટ પહેર્યો તે દરમિયાન તેની સાથે સુરક્ષા માટે બોડીગાર્ડ આવ્યા હતા. સોનાના સૂટ-બૂટ પહેરવાનું કારણ જણાવતાં શાહિદે કહ્યું કે, તે પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માગતો હતો. એટલા માટે પ્રકારના ખાસ કપડાં તૈયાર કરાયા.

(7:24 pm IST)