મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

નવી દિલ્‍હીમાં દુષ્‍કર્મ પ્રકરણમાં પોતાની સગી પુત્રીને કોર્ટમાં નિવેદન બદલી નાખવા માટે દબાણઃ મા-બાપે ર૦ લાખ આરોપીઓ પાસેથી લઇ લીધાઃ સગી પુત્રીઅે કોર્ટના દ્વારા ખખડાવ્‍યા

નવી દિલ્હીઃ નવી દિલ્‍હીમાં સગા મા-બાપે પોતાની પુત્રી ઉપર દુષ્‍કર્મ થયા બાદ આરોપીઓ સાથે ર૦ લાખ રૂપીયાની લેવડ-દેવડ કરી હોવાનો આક્ષેપ સગી પુત્રીઅે મા-બાપ સામે કરતા ખળભળાટ મચી ગયો છે.

15 વર્ષીય છોકરી અમન વિહારના કિરાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. 30 ઓગસ્ટ 2017ના રોજ તે અચાનક ગુમ થઇ ગઇ હતી. જે બાદ તેના માતા-પિતાએ અમન વિહાર પોલીસ સ્ટેશને છોકરી ગાયબ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના 6 દિવસ બાદ છોકરી પરત આવી ગઇ હતી અને પોલીસને નિવેદન આપ્યું કે બે શખ્સ તેને અજાણી જગ્યાએ લઇ ગયા હતા અને ત્યાં તેના પર ગેંગરેપ કર્યો હતો. જેના આધારે પોલીસે પ્રોપર્ટી ડીલર સુનીલ શાહી અને ચંદ્રભૂષણ પાંડેય વિરુદ્ધ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી લીધી હતી.

છોકરીએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ તેના માતા-પિતાને 20 લાખ રૂપિયા આપવાની વાત કરી છે, જેથી તે કોર્ટમાં પોાતનું નિવેદન બેદલી દે. તેના માતા-પિતાએ રૂપિયા લઇને કોર્ટમાં નિવેદન બદલી નાખવાની વાત માની ગયા હતા. જે બાદ છોકરીને 8 એફ્રિલે તેના ઘરની પાસે એક આરોપી મળ્યો હતો અને તેને ધમકી આપી હતી કે જો કોર્ટમાં નિવેદન નહીં બદલે તો તેને ગાયબ કરાવી દેશે. જે બાદ 9 એપ્રિલની રાત્રે કેટલાક લોકો આવી પીડિતાના માતા-પિતાને 5 લાખ રૂપિયા આપી ગયા હતા. 10 એપ્રિલે બંને કોર્ટમાં ગયા ત્યારે છોકરીએ રૂપિયા ઘરમાંથી કાઢી પોલીસને પહોંચાડી દીધા હતા.

(7:23 pm IST)