મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

કોમનવેલ્થ ગેમ્સમાં ધમાકેદાર પ્રદશન બાદ સ્વદેશ પરત ફરેલા ‌સુશીલકુમાર અને મેરીકોમનું અેરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

કોમનવેલ્થ ગેમ્સમાં ધમાકેદાર પ્રદર્શન પછી કાલે રાતે સુશીલ કુમાર અને મેરી કોમ ભારત પાછા આવ્યાં હતાં. તેમનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું હતું. નોંધનીય છે કે 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવામાં ત્રીજા નંબરે રહ્યાં છે. ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા, જેમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે. ઓસ્ટ્રેલિયા પાસે 80 ગોલ્ડ અને ઇંગલેન્ડમાં 44 ગોલ્ડ જીતીને ક્રમશ: પહેલા અને બીજા સ્થાન પર છે.

ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેળવીને મણિકા બત્રા પણ દિલ્હી પાછી ફરી છે. તેણે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'હું મારા પ્રદર્શનથી ઘણી ખુશ છું અને મને હંમેશા ગોલ્ડ મેડલ જોઇતું હતું.'

સુશીલ કુમારે 74 કિલોવર્ગનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે પ્રસંગે કહ્યું હતું કે, ' તમારા લોકોની પ્રાર્થના અને આશીર્વાદના કારણે હું સારૂં પ્રદર્શન કરી શક્યો. '

પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી અને 2012 ઓલ્મપિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મેરી કોમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી છે. જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા.

(7:07 pm IST)