મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

ગુજરાતમાં ૭૦,૦૦૦ બીપીએલ પરિવારને ગેસ જોડાણ અપાશે

ઉજ્જવલા યોજના હેઠળ આયોજનઃ ર૦ એપ્રિલે ઉજ્જવલા દિન ઉજવાશે

નવી દિલ્હી, તા., ૧૭: ર૦ એપ્રિલે ઉજ્જવલા દિનની ઉજવણી થશે. જે અંતર્ગત ગુજરાતના ૭૦,૦૦૦ બીપીએલ પરિવારોને સાર્વજનીક પેટ્રોલીયમ કંપની ગેસ જોડાણ-એલપીજી કનેકશન આપશે. આ યોજનાથી મહિલાઓની જીંદગી બદલી છે.

આઇઓસીના એસ.એસ.લાંબા કહે છે કે, દેશમાં ગ્રામીણ વસ્તીને રસોઇ બનાવવા સ્વચ્છ ઇંધણના ઉપયોગ કરવા પ્રોત્સાહન અપાશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં ૧પ,૦૦૦ સ્થાનો પર કાર્યક્રમો યોજાશે. જેમાં નિઃશુલ્ક ગેસ જોડાણ વિતરીત થશે. ગુજરાતમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલીયમ, ભારત પેટ્રોલીયમ દ્વારા ર૦ એપ્રિલે  ૭૦૧  પંચાયતોમાં ૭૦,૦૦૦ કનેકશન અપાશે.

માત્ર ગુજરાતમાં જ ૧ર લાખ બીપીએલ લાભાર્થીઓને અત્યાર સુધીમાં નિઃશુલ્ક ગેસ જોડાણ અપાયા છે. ર૦૨૦ સુધીમાં દેશમાં  આઠ કરોડ પરિવારોને કનેકશન અપાશે. (૪.૭)

 

(4:03 pm IST)