મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

પાક. મૂળના સાંસદે બ્રિટનની સંસદમાં ઉઠાવ્યો કઠુઆ રેપનો મુદ્દો

અધ્યક્ષે કહ્યું ભારતમાં જમ્મુ-કશ્મીરમાં માનવ અધિકારનું યોગ્ય પાલન થાય છે

ઇસ્લાબાદ, તા. ૧૭: પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદે કઠુઆ ગેંગરેપ કેસના બહાને બ્રિટિશ સંસદમાં ભારતને માનવાધિકારોના ઉલ્લંઘન બાબતે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના કટ્ટર ટીકાકાર રહેલા પાકિસ્તાન મૂળના લોર્ડ નઝીર અહમદે બ્રિટિશ પાર્લામેન્ટના ઉપલા ગૃહમાં ભારતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની રજુઆત કરી હતી. જોકે, ગૃહના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકોરનું યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું છે.

નઝીર અહમદે બ્રિટનની સંસદમાં કઠુઆ રેપ કેસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે બ્રિટન આ મામલે હસ્તક્ષેપ કરે. નઝીર અહમદે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોની હત્યા કરવાનો આરોપ લગાવી ભારત વિરુદ્ઘ માનવાધિકાર ઉલ્લંઘનનો કેસ ચલાવવાની રજુઆત કરી હતી.

અધ્યક્ષે આપ્યો જવાબ

પાકિસ્તાની મૂળના સાંસદની આવી રજૂઆત પર જવાબ આપતા સંસદના ઉપલા ગૃહના અધ્યક્ષા સ્ટીડમેન સ્કોટે કહ્યું કે, શ્નપ્રક્નજીદ્બજ્રાક્નત્ન મજબૂત લોકતંત્ર માળખું છે, અહીં માનવાધિકારોનું સારી રીતે પાલન થાય છે.લૃ તેમણે કહ્યું કે, અમે સ્વીકારીએ છીએ કે અનેક પડકારો છે, પરંતુ જયારે વાત મૂળભૂત અધિકારોની આવે છે ત્યારે ભારતનું બંધારણ આ અધિકારોની જાળવળી માટેની પૂરતી ખાતરી આપે છે. આવા કેસ ખૂબ જ ભયાનક છે, તેમજ પીડિત પરિવાર સાથે અમારી પૂરી સંવેદના છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે પીડિતો સાથે ન્યાય કરવામાં આવશે.

નોંધનીય છે કે ગત શુક્રવારે પીએમ મોદીએ એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ ખરેખરે શરમજનક છે. તેમણે કહ્યું હતું કે આ કેસમાં યોગ્ય ન્યાય કરવામાં આવશે.(૨૨.૧૦)

(3:56 pm IST)