મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

ટ્રેકમેન પાસે ઘરનું કામ કરાવનાર રેલવેના કેટલાય અધિકારીઓને પાણીચું પકડાવાયું

કર્મચારીઓના દુરૂપયોગ મામલે ઉત્તર રેલવેની કડક કાર્યવાહી

નવી દિલ્હી, તા.૧૭ : ઉત્તર રેલવેએ મોટી કાર્યવાહી કરતા ટ્રેકમેન પાસે ઘરનું કામ કરાવતા કેટલાય અધિકારીઓને પાણીચું પકડાવ્યું છે. એક ચેનલના અહેવાલ બાદ આ કાર્યવાહી કરાઈ હતી. ઉત્તર રેલવેના મહાપ્રબંધક વિશ્વેશ ચૌબેએ સાબંધિત અધિકરીઓને તાત્કાલિક બરતરફ કર્યા હતા. મંત્રાલયના સૂત્રો મુજબ અન્ય અધિકારીઓની ઓળખ થયા બાદ તમામ ઝોનમાં કાર્યવાહી કરાશે.

ચૌબેએ કહ્યું કે ઉત્તર રેલવેના આ તમામ અધિકારીઓને બરતરફ કરાયા છે. જે કથિત રૂપે ટ્રેક અને બીજી સંપત્તિઓની મરામતના કામ કરતા કર્મચારીઓને પોતાના ઘરે અથવા ખાનગી સ્થાળોમાં કામ કરાવી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે ઉપલબ્ધ દસ્તાવેજો અને સાક્ષીઓના આધારે બરતરફ અધિકરીઓ વિરૂદ્ઘ વહીવટી કાર્યવાહી કરાશે.

આ ચેનલે પોતાના અહેવાલમાં બતાવ્યું હતું કે, ટ્રેકોની સુરક્ષાનું કામ કરવાવાળા કર્મચારીઓ વરિષ્ઠ અધિકરીઓના ઘરનું ખાનગી કામ કરે છે. તેમાં સાફ સફાઈ, ધુલાઈ, રેલવે એન્જીનીયરો અને સેકશન અધિકારીઓના ઘરેની દીવાલ બનાવવા સુધીની કામ કરતા હતા. (૨૪.૭)

 

(2:15 pm IST)