મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

સાત વર્ષના ભારતીય છોકરાએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલિમાંજારો સર કર્યો

હૈદરાબાદ તા.૧૭: હૈદરાબાદમાં રહેતા સાત વર્ષના સમન્યુ પોથુરાજુ નામના બાળકે આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમાંજારો પર ચડીને ભારતીય તિરંગો લહેરાવવામાં સફળતા મેળવી છે. સમન્યુ આ કારનામું કરનાર સૌથી નાની વયની વ્યકિત બન્યો છે. આફ્રિનાના ટાન્ઝાનિયામાં આવેલો માઉન્ટ કિલિમાંજારો એવો પર્વત છે જયાં બગુ મોટા અને અનુભવી પર્વતારોહકો પણ પાછા પડે.

સાત વર્ષના સમન્યુએ તેના કોચની સાથે ૫૮૯૫ મીટર ઊંચાઇ ધરાવતા શિખર પર તિરંગો લહેરાવ્યો હતો. રસ્તો એટલો પડકારજનક હતો કે સમન્યુની મમ્મીએ અડધેથી જ ચડાણ રોકી દીધેલુ, પરંતુ દીકરાએ કોચની સાથે ચડવાનું ચાલુ જ રાખ્યું હતું. અનોખી સિદ્ધિ હાંસલ કર્યા પછી સમન્યુનું કહેવું હતુ કે 'મેં જ્યારે ચડાણ  શરૂ કર્યુ ત્યારે વરસાદ આવી રહ્યો હતો અને રસ્તા પથરાળ હતા. હું ખૂબ ડરી ગયેલો. એ વખતે મને પગમાં ખુબ દુખાવો થતો હતો, પરંતુ મેં વચ્ચે થોડોક આરામ કર્યો અને બાકીનું ચડાણ પુરૂ કર્યુ. મને બરફ બહુ પસંદ છે એટલે મેં આ પર્વત પસંદ કર્યો હતો'

હવે આવતા મહિને સમન્યુ ઓસ્ટ્રેલિયાના સૌથી ઊંચા ઉર્વતને સર કરવા નીકળશે.(૭.૩૫)

(2:15 pm IST)