મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

આઝાદી પછી દેશનો ખરાબ કાળમુખો તબકકો દેશના ૫૯ પૂર્વ અફસરોનો વડાપ્રધાનને ખુલ્લો પત્ર

નવીદિલ્હી,તા.૧૭: કથુઆઅનેઉન્નાનીદ્યટનામાં સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે આ સંદર્ભે, દેશના ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણેકહ્યુંહતુંકેસ્વતંત્રતા બાદ આઙ્ગ દેશના સૌથી કાળા તબક્કા છે. આ ભયંકર દ્યટના માટેઙ્ગ તેમણે વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા હતા. આ પત્ર ૪૯ પૂર્વ અમલદારોના સમૂહ દ્વારા લખવામાં આવ્યો હતો. તેમણે લખ્યું હતું કે જવાબદારી લઈને કાર્યવાહી કરવાને બદલે વડા પ્રધાન ચૂપ રહેવાનું પસંદ કરે છે. તેમણે પોતાનું મૌન ત્યારે તોડ્યું જયારે દેશ અને વિદેશમાં લોકોનો ગુસ્સો હદથી વધી ગયો અને તેને નજર અંદાજ નહિ કરી શકાય તેમ હતું

 સ્વતંત્રતા પછી આ ભારતનો સૌથી કાળો તબક્કો છે આઠ વર્ષની એક છોકરીની સાથે બળાત્કાર અને ક્રૂર હત્યાથી લાગે છે કે આપણા રાજકીય પક્ષો, સરકાર અને નેતાઓ કેટલા નબળા છે.

 આ પત્રમાં એમ પણ જણાવાયું છે કે બન્ને દ્યટના સામાન્ય ગુના નથી. આપણેઙ્ગ ટૂંક સમયમાં આપણા સમાજના રાજકીય અને નૈતિક ફેબ્રિક સુધારવા પડશે. આ સમય આપણા અસ્તિત્વનાઙ્ગ કટોકટીનો સમય છે. આ પત્રમાં વડાપ્રધાનને કહેવાયું છે કે કઠુઆ અને ઉન્નાવમાં પીડિત પરિવારોની માફી માંગે અને મામલાને ફાસ્ટ ટ્રેક તપાસ કરાવે.

(12:54 pm IST)