મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

રાહુલ ગાંધીનું કેમ્બ્રિજ કનેકશનઃ તેના સીઇઓ સાથે મુલાકાત કરેલ

નવી દિલ્હી તા. ૧૭ : બ્રિટેનની રાજનૈતિક વિશ્લેષક ફર્મ કેમ્બ્રીજ એનાલિટિકાની ગત વર્ષે રાહુલ ગાંધી સમેત કોંગ્રેસના ઘણા નેતાઓએ મુલાકાત કરી હતી. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના આંકડાને એકતરફી કરવાનો પ્રયાસ કરાયો હોવાનો એક ખાનગી ચેનલે દાવો કર્યો.ચેનલે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ કેમ્બ્રીજ એનાલિટિકાના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. એલેકજેન્ડરે રાહુલ સિવાય જયરામ રમેશ અને પી.ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી.

કોંગ્રેસ પર ડેટાચોરીનો આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે તે તમામ આરોપોને ફગાવી દીધા હતા. કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આક્ષેપો કર્યો હતા.

(12:53 pm IST)