મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

વૈજ્ઞાનિકોએ 80 જનીનોની કરી શોધ :ડિપ્રેશનની સારવારમાં થશે મદદરૂપ

 

લંડનઃ વૈજ્ઞાનિકોએ લગભગ 80 જનીનોની શોધ કરી છે જે ડિપ્રેશન સાથે જોડાયેલા હોય શકે છે. અને જનીનો તે સમજવામાં મદદ કરી શકે છે કે, કેમ કેટલાક લોકો હાલતને વિકસિત કરવાના જોખમવાળા ઉચ્ચ સ્તરે પર હોય છે.

    બ્રિટનમાં એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસથી માનસિક બિમારીઓને પહોંચી વળવા માટે દવાઓ વિકસિત કરવામાં મદદ મળી શકે છે. જર્નલ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે વિશ્વભરમાં દિવ્યાંગતાનું મુખ્ય કારણ ડિપ્રેશન છે

    માનસિક આઘાત કે તણાવ જેવી જીવનની ઘટનાઓ ડિપ્રેશનની શરૂઆતનું કારણ સાબિત થઈ શકે છે. પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે અન્ય લોકોની તુલનામાં કેટલાક લોકોમાં પ્રકારની સ્થિતિ કેમ વિકસિત થઈ શકે છે

   . વૈજ્ઞાનિકોએ યૂકે બાયોબેન્કના આંકડાઓનું વિશ્લેષણ કર્યું. યૂકો બાયોબેન્ક એક શોધ સ્ત્રોત છે જેમાં પાંચ લાખ લોકોની લીધેલી સ્વાસ્થ્ય અને આનુવંશિક જાણકારી સામેલ હતી. તેણે ડીએનએના ભાગોની ઓળખ કરવા માટે ત્રણ લાખ લોકોના આનુવંશિક કોડને સ્કેન કર્યા હતા જે ડિપ્રેશન સાથે જોડાયેલા હોય શકે છે

    એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર એંડ્રયૂ મૈકઇનટોશે કહ્યું, ડિપ્રેશન એક સામાન્ય સમસ્યા છે અને હંમેશા એક ગંભીર સ્થિતિ છે જે વિશ્વભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું, નવા તારણથી અમને ડિપ્રેશનના કારણોને યોગ્ય રીતે સમજવામાં મદદ મળી શકે છે

(9:23 am IST)