મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

લોકોએ વિચારવું રહ્યું ,ભાજપને ભાજપ કહે કે તેનું નામ 'બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ :કમલનાથ

બળાત્કારના ઘણા મામલામાં ભાજપના નેતાઓની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી સંડોવણી :કમલનાથની વિવાદી ટિપ્પણી

 

નવી દિલ્હીઃ કઠુઆ અને દેશના અન્ય ભાગમાં બાળકીઓ વિરુદ્ધ યૌન હિંસાની ઘટનાઓ પર કોંગ્રેસના નેતા અને સાંસદ કમલનાથે ભાજપ પર હુમલો કર્યો હતો. કમલનાથે કહ્યું કે, મેં વાંચ્યું છે કે ભાજપના 20 નેતા બળાત્કારના મામલા સાથે જોડાયેલા છે. કમલનાથે કહ્યું કે, હવે લોકોએ વિચારવાનું છે કે ભાજપને ભાજપ કહે કે તેનું નામ ''બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપનું અસલી રૂપ સામે આવી ગયું છે. કમલનાથે કહ્યું કે, બળાત્કાર મામલાના  છેલ્લા એક વર્ષના આંકડા જોશો તો ભાજપના ઘણા મંત્રીઓની સંડોવણી જોવા મળશે

     કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે, બળાત્કારના ઘણા મામલામાં ભાજપના નેતાઓની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી સંડોવણી નજરે પડી રહી છે. બીજીતરફ તેમણે સોમવારે ટ્વીટ કરીને ભાજપના સૂત્ર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના સૂત્રનો અર્થ બદલાઇ ગયો છે. મેક ઇન ઈન્ડિયાને દેશને જનતા હવે રેપ ઈન ઈન્ડિયા કહે છે. તેમણે ભાજપના બેટી પઢાઓ, બેટી બચાવો નારાને બેટી છુપાવો, બળાત્કારિથી બચાવો અને દેશ બદલ રહા હૈ- બેટિઓ સાથે દરરોજ રેપ થઈ રહ્યો છે. આમ ભાજપના સૂત્રો પર લખતા તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું

(12:00 am IST)