મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

અમેરિકા હવે રશિયા ઉપર નવા પ્રતિબંધો લગાવશે :રુસ કંપનીઓએ બનાવશે નિશાન : સીરિયા પર દબાણ લવાશે

વોશિંગટન :સીરિયામાં કથિત રાસાયણિક હુમલાને લઈને અમેરિકા હવે રૂસ પર નવા પ્રતિબંધ લગાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની દૂત નિક્કી હેલીએ કહ્યું કે, પ્રતિબંધના માધ્યમથી તે કંપનીઓને નિશાન બનાવાશે જેણે સીરિયાના શાસકને રાસાયણિક હથિયાર  ઉપલબ્ધ કરાવ્યા હતા. હેલીએ સીબીએસના કાર્યક્રમ 'ફેસ નેશન'ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, તમે રૂસ પર લાગનારા પ્રતિબંધને જલદી જોશો. મંત્રી (સ્ટીવ) નૂચિન તેની જાહેરાત કરશે

  અત્રે ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે મળીને સીરિયાની રાજધાની દમિશ્કના ઘણા વિસ્તારોમાં મિસાઇલ છોડી હતી. સીરિયાના પૂર્વી ગોતાના ડૌમામાં કથિત રૂપથી સીરિયા દ્વારા રાસાયણિક હથિયારોના ઉપયોગને લઈને અમેરિકાએ પહેલા ચેતવણી આપી હતી. હુમલામાં બાળકો સહિત 75 લોકોના મોત થયા હતા.

ચેતવણી બાદ સીરિયા વિરુદ્ધ મિસાઇલ હુમલો કરવામાં આવ્યો. કાર્યવાહી બાદ અમેરિકી સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, હવાઇ હુમલાએ સીરિયાના રાસાયણિક હથિયારોના ભંડારને નુકસાન પહોંચાડ્યું છે,

   સીરિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ થયેલા મિસાઇલ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ કહ્યું કે, જો સીરિયા ફરી રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરે તો અમેરિકા પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. હેલીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે અને અમેરિકા સીરિયા પર દબાવ બનાવશે. અમેરિકા અસદ શાસનને રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવા દેશે નહીં

નિક્કી હેલીએ આરોપ લગાવ્યો કે સુરક્ષા પરિષદ અને રૂસ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરનારાને જવાબદાર ઠેરવવાના પોતાના કર્તવ્યનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. 

(10:54 pm IST)