મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

યુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ

એરિઝોનાઃ યુ.એસ.માં એરિઝોનાના ૮માં ડીસ્‍ટ્રીકટના કોંગ્રેસના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેની ડેમોક્રેટીક પ્રાઇમરી ઇલેકશનમાં વિજેતા થયા બાદ હવે રિપબ્‍લીકન ઉમેદવાર પૂર્વ સ્‍ટેટ સેનેટર ડેબી લેસ્‍કોનો સામનો કરી રહ્યા છે જેઓ સુશ્રી હિરલ વિરૂધ્‍ધ દર્દીની સારવાર અંગે બેદરકારી દાખવ્‍યાનો જુનો કેસ કે જે સેટલ થઇ ગયેલો છે તે ઉખેડી દુષ્‍પ્રચાર  કરી રહ્યા હોવાનું જણાંતા સુશ્રી હિરલએ આ બાબતે પ્રજાજનો સમક્ષ તમામ સ્‍પષ્‍ટતા કરી દીધી છે.

હાલમાં સુશ્રી હિરલ વર્જીનીઆ સ્‍થિત કંપનીમાં સાયન્‍ટીફિક રિવ્‍યુ ઓફિસર તથા કેન્‍સર રિસર્ચ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા તેમને ડેમોક્રેટ તથા અન્‍ય પ્રજાજનોનું ભારે સમર્થન હોવાથી જનરલ ચૂંટણીમાં ચૂંટાઇ આવવાના તેમના માટે ઉજ્જવળ સંજોગો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:07 pm IST)