મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

ઉન્નાવ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો સીબીઆઈ સમક્ષ ખુલાસો :ઘટનાના દિવસે તે કાનપુરમાં બર્થડે પાર્ટીમાં હતા

તેમના મોબાઈલનું લોકેશન કાઢી શકે છે :ડ્રાયવર અને સુરક્ષાકર્મી પણ તેનુંય સાથે હતા

ઉન્નાવ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરે સીબીઆઈ પૂછપરછમાં પોતાના બચાવમાં કહ્યું છે કે તેઓ ઘટનાના દિવસે ઉન્નાવમાં નહોતા.ભાજપના આ ધારાસભ્ય સેંગરનું કહેવું છે કે ઘટનાવાળા દિવસે તેઓ

કાનપુરમાં કોઇની બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો.

  કુલદીપ સેંગરનો દાવો છે કે આ દિવસે તેઓ તેમના સગાને ત્યાં બર્થડે પાર્ટીમાં ભાગ લેવા ગયા હતા. કુલદીપ સેંગરે તો એટલે સુદ્ધા દાવો કર્યો છેકે તેમના મોબાઇલનું લોકેશન કાઢી શકે છે. પરંતુ તેની સાથે જ ડ્રાઇવર અને સુરક્ષાકર્મી હતા. તેના લોકેશનથી પણ આ વાતની પુષ્ટિ થઇ શકે છે. કુલદીપ સેંગરે કહ્યું કે સીબીઆઈ બર્થ ડે પાર્ટીના ફૂટેજ પણ મંગાવી ચકાસી શકે છે કે તેઓ તે સમયે કયાં હતા.

   દરમિયાન ધરપકડ કરાયેલ આરોપી મહિલા શશિ સિંહે પણ પૂછપરચ્છ દરમ્યાન સીબીઆઈને કહ્યું કે ઘટનાના દિવસે તેઓ પોતાના પતિની સાથે કાનપુરમાં હતા. તેને પણ દાવો કર્યો કે તેઓ અને તેમના પતિના
મોબાઇલ લોકેશનની તપાસ કરીને દાવાની પુષ્ટિ કરી શકે છે.

(8:19 pm IST)