મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

મક્કા મસ્જિદ બ્લાસ્ટઃ પુર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્‍બરમ અને રાહુલ ગાંધી સામે નરેન્‍દ્રભાઇ મોદી કેસ દાખલ કરેઃ સુબ્રમણ્‍યમ સ્‍વામીની માંગણી

નવી દિલ્‍હીઃ  મક્કા મસ્‍જીદ બ્‍લાસ્‍ટ પ્રકરણમાં સુબ્રમણ્‍યમ સ્‍વામીએ જણાવ્‍યું છે કે, આ એક હિન્‍દુ સમુદાય વિરૂધ્‍ધ એક ષડયંત્ર હતું. પુર્વ ગૃહમંત્રી પી. ચિદમ્‍બરમ અને કોંગ્રેસના અધ્‍યક્ષ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરવા માંગણી કરી છે. મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવ્યા પછી બીજેપીએ કોંગ્રેસનાહિન્દુ આતંકવાદકોમેન્ટને લઇને દેશની માફી માંગવા માટે કહ્યું છે. તો અસસુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે મામલામાં લોકોને ન્યાય મળ્યો નથી. મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલામાં એનઆઈએની વિશેષ અદાલતે 11 વર્ષ બાદ આજે સોમવારે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે અસીમાનંદ સહિત કેસના બધા આરોપીઓને મૂક્ત કરી દીધા. કોર્ટના નિર્ણયને એનઆઇએએ કહ્યું કે, ચુકાદાની કોપી મળ્યા પછી તેની તપાસ કરશે. અને આગળની કાર્યવાહી શું કરવી પછી નક્ક કરવામાં આવશે.

કોર્ટના ચુકાદા બાદ કોણે શું કહ્યું ?

સંબિત પાત્રા, બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા : ‘કોંગ્રેસેહિન્દુ આતંકવાદકોમેન્ટને લઇને દેશની માફી માંગવી જોઇએ. શું ભગવા આતંકવાદના નિવેદન પર રાહુલ ગાંધી હવે અડધી રાત્રે કેન્ડલ માર્ચ કાઢશે?

શિવરાજ પાટીલ, પૂર્વ ગૃહમંત્રી : ‘માફી માંગવાનો કોઇ પ્રશ્ન ઊભો નથી થતો, મેં ક્યારે પણહિન્દુ આતંકવાદશબ્દનો ઉપયોગ નથી કર્યો

અસદુદ્દીન ઓવેસી, ઓલ ઇન્ડિયા મજલિસ--ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) : ‘જૂન 2014 પછી મોટાભાગના સાક્ષી ફરી ગયા છે. એનાઈએએ મામલાને યોગ્ય રીતે આગળ નથી વધાર્યો. એવું લાગી રહ્યું છે કે, એનઆઇએને રાજકિય પક્ષ ચલાવી રહ્યા છે. તેમને આરોપીને આપવામાં આવેલા જામીન સામે અપીલ કરી નથી. આતંકવાદ સામે અમારી લડાઇ નબળી પડી ગઈ છે.’

આરવીએસમળી, ગૃહમંત્રાલયના પૂર્વઅંડર સેક્રેટરી : મને નિર્ણયની આશા હતી. બધા પુરાવા બનાવટી હતા. કેસમાં કોઇ હિન્દુ આતંકવાદનો એંગલ ન્હોતો. NIAનો ઉરઉપયોગ કરવામાં આવ્યો હતો.

(7:15 pm IST)