મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

કેન્‍દ્ર સરકાર દ્વારા ડીજીટલ ટ્રાન્‍ઝેકશનને મહત્‍વ આપવા મોબાઇલ ધારકો માટે સ્‍કીમ : કેશબેક ઓફર ઉપલબ્‍ધ

નવી દિલ્હી: ડિજિટલ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર ફરી એકવાર સ્કીમ લઇને આવી છે. તેના માટે તમારા મોબાઇલનો ઉપયોગ કરીને તમે પણ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમે આમ કરી રહ્યાં છો તો તમને ખૂબ ફાયદો થઇ શકે છે. સરકારની કેશબેક અને ઇનસેંટિવ સ્કીમ 14 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે. ભીમ એપના કેશબેક ઓફરમાં હવે અન્ય એપની માફક કેશબેક મળશે. 100થી ઓછાના ટ્રાંજેકશન પર 51 રૂપિયા મળશે. ત્યારબાદ આગામી યૂનિક ટ્રાંજેક્શન પર પ્રતિ ટ્રાંજેક્શનના હિસાબે 25 રૂપિયા મળશે.

દરેક ટ્રાંજેક્શનના બદલામાં તમને કેશબેક મળે છે. આગામી 25-50 ટ્રાંજેક્શન પર ફિક્સડ 100 રૂપિયા મળશે. ત્યારબાદ 50-100 ટ્રાંજેક્શન કરતાં ફિક્સડ 200 રૂપિયા મળશે. તો બીજી તરફ કુલ 10 ટ્રાંજેક્શન પર 200 રૂપિયા મળશે. 100થી વધુ ટ્રાંજેક્શન પર 250 રૂપિયા મળશે. નવા પ્લાન મુજબ એક મહિનામાં 2000થી વધુ રૂપિયાના ટ્રાંજેક્શન કરવાથી વેપારીને 2-50 રૂપિયા સુધી પ્રતિ ટ્રાંજેક્શન ઇંસેંટિવ મળશે. હવે સવાલ છે કે એપનો ઉપયોગ કેવી રીતે કરશો.

સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી ભીમ એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટને એપમાં રજિસ્ટર કરો. બેંક ખાતું રજિસ્ટર કરવાની સાથે તમારા માટે એક યૂપીઆઇ પીન સેટ કરો. યૂજરનો મોબાઇલ નંબર તેના પેમેંટનું એડ્રેસ હશે. એકવાર તમારું રજિસ્ટ્રેશન પુરૂ થયા બાદ તમે પણ ભીમ એપ દ્વારા તમારું ટ્રાંજેક્શન શરૂ કરી શકો છો. ભીમ એપ વડે તમે તમારા મિત્રો, પરિવારજનો અને બીજા વપરાશકર્તાઓને પણ પૈસા મોકલી શકો છો.

ભીમ એપ પર બધા ટ્રાંજેક્શન રજિસ્ટર્ડ મોબાઇલ પરથી મોકલી શકાય છે. તમે યૂપીઆઇ સુવિધા બિનાની બેંકોમાંથી પણ પૈસા ટ્રાંસફર કરી શકો છો. તેના માટે તમે એમએમઆઇડી અને આઇએફએસસી સુવિધાની મદદ લઇ શકો છો. તમે કોઇ અન્ય રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા યૂજર્સ પાસેથી પૈસા પ્રાપ્ત કરવા માટે રિકવેસ્ટ મોકલી શકો છો. ભીમ એપ સાથે બેંક એકાઉન્ટને લિંક કરીને ખરીદી અથવા કોઇપણ પ્રકારની લેણદેણ કરી શકો છો. સીધા પોતાના ખાતામાં ટ્રાંસફર કરી શકો છો. મોબાઇલ ફોનમાં તેને ડાઉનલોડ કર્યા બાદ *99# ટાઇપ કર્યા બાદ તેનું મેન્યૂ ખૂલી જાય છે, જેથી તમને બધા પ્રકારની જાણકારી મળી જાય છે.

ભીમ એપના મેન મેન્યૂમાં જઇને બેંક એકાઉન્ટ સિલેક્ટ કરો. ત્યારબાદ સેટ યૂપીઆઇ પિન, ઓપ્શનને પસંદ કરો. ત્યારબાદ તમારા પોતાના એટીએમ/ડેબિટ કાર્ડનો નંબર પોતાના ડેબિટ કાર્ડની એક્સપાયરી ડેટ સાથે નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી પાસે એક ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) મળશે. તેને એપમાં નાખ્યા બાદ તમારો યૂપીઆઇ જનરેટ થઇ જશે. એકવારમાં 10 હજાર સુધી ચૂકવી શકો છો અને એક દિવસમાં 20 હજાર રૂપિયા ચૂકવવાની મર્યાદા નક્કી છે. તેનાથી વધુ રકમ ચૂકવવા માટે તમારે તમારા ક્રેડિટ અથવ ડેબિટ કાર્ડ અથવા ઓનલાઇન બેંકિંગનો ઉપયોગ કરવો પડશે.

ભીમ એપનો ઉપયોગ કરનાર યૂજર પોતાના બેંક એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકે છે અને પોતાના ટ્રાંજેક્શન સાથે જોડાયેલી બધી જાણકારીઓ પ્રાપ્ત કરી શકે છે. યૂજર્સ પોતાના નંબર પર ખાસકરીને કસ્ટમ પેમેંટ એડ્રેસ પણ બનાવી શકે છે. ઝડપી ટ્રાંજેક્શન પુરી કરવા માટે તમે ક્યૂઆર કોડ પણ સ્કેન કરી શકો છો. ખરીદી કરતી વખતે એપ દ્વારા ચૂકવણી કરવા માટે બસ દુકાનદારના મોબાઇલ નંબરની જરૂર હોય છે. ભીમ એપ અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં ઉપયોગ કરી શકો છો. ટૂંક સમયમાં ભીમ એપ અન્ય ભાષાઓમાં પણ લોંચ કરવામાં આવશે.

(7:09 pm IST)