મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

ર૦૧૭ માં ઓછા વરસાદના કારણે દેશના ૪૦૪ જીલ્‍લાઓમાં પાણીની તંગી સર્જાશેઃ જુદી જુદી કેટેગરીમાં જીલ્‍લાઓને મુકાયા

નવી દિલ્હી: ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો અનુભવ થઇ રહયો છે ત્‍યારે આવનારા દિવસોમાં પાણીની વિકટ પરિસસ્‍થતિ સર્જાશે. ગયા વર્ષે ઓછા વરસાદના કારણે આ વર્ષે અનેક જીલ્‍લાઓમાં પાણી માટે દોડધામ કરવી પડશે.

 METના લેટેસ્ટ ડેટા અનુસાર, ઓક્ટોબર 2017થી ઘણો ઓછો વરસાદ પડવાને કારણે દેશના લગભગ 404 જિલ્લાઓમાં પાણીની તંગી જોવા મળશે.

જિલ્લાઓ પૈકી 140 જિલ્લાઓ એવા છે જેમાં ઓક્ટોબર 2017થી માર્ચ 2018 દરમિયાન અતિશય ઓછો વરસાદ પડ્યો હતો. સિવાય 109 જિલ્લાઓમાં મધ્યમ કેટેગરીમાં હતા જ્યારે 156 જિલ્લાઓમાં સ્થિતિ થોડી સારી હતી. જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના વરસાદને કારણે 153 જિલ્લાઓ અતિશયથી અત્યંત વધારે ડ્રાય કેટેગરીમાં શામેલ થયા છે. IMD દ્વારા 588 જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.

જો ગયા વર્ષના વરસાદને ધ્યાનમાં લેવામાં આવે તો, IMDના SPI(standardised precipitation index) અનુસાર દેશના 368 જિલ્લાઓમાં દુકાળની સ્થિતિ છે. દુકાળની સ્થિતિ જાણવા માટે SPIનો ઉપયોગ કરવામાં આવે છે. SPIમાં +2થી -2 સુધીનો સ્કેલ હોય છે, જેમાં 2 અને તેનાથી વધારે અંક દર્શાવે છે કે વરસાદ ઘણો વધારે પડ્યો છે જ્યારે -2 અથવા તેનાથી ઓછો અંક દર્શાવે છે કે દુકાળની સ્થિતિ છે.

IMDના ક્લાઈમેટ ડેટા મેનેજમેન્ટ એન્ડ સર્વિસના હેડ પુલક જણાવે છે કે, વરસાદ કેટલો પડ્યો છે તે જાણવા માટે SPIનો વિશ્વભરમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી કોઈ એક વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તે જાણી શકાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં દેશના ઘણાં વિસ્તારોમાં પાણીની તંગી ઉભી થાય છે, પરંતુ વર્ષે સ્થિતિ વધારે ચિંતાજનક છે કારણકે શિયાળુ વરસાદ પણ ઘણો ઓછો પડ્યો છે.

IMDના ડેટા અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારતમાં 63 ટકા ઓછો વરસાદ પડ્યો છે. SPIના ડેટા અનુસાર, મોટાભાગના દુકાળની સ્થિતિ વાળા જિલ્લાઓ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં છે, સિવાય પૂર્વ ભારતના બિહાર અને ઝારખંડમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

ભારતના ઉત્તર-પશ્ચિમ રાજ્યો જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ ઓછો પડ્યો હતો. ચોમાસામાં રાજ્યોમાં સામાન્ય કરતા 10 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. જો કે પુલકે જણાવ્યું કે, SPI ડેટાથી પાણીની તંગીનું અનુમાન કરી શકાય પણ દુકાળનું અનુમાન કરી શકાય.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, જિલ્લા પ્રશાસનનું કામ છે કે તે સુનિશ્ચિત કરે કે તેમના વિસ્તારમાં લોકોને પાણી મળી રહે. ઓછા વરસાદને કારણે આ વર્ષે ભારતમાં પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે.

 

(7:07 pm IST)