મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

ઉ. પ્રદેશમાં એન્કાઉન્ટનું ફિકિસંગ, પોલીસ અધિકારી-ગેંગસ્ટર વચ્ચેની વાતચીતની ઓડિયા કલીપ વાઇરલ

ભાજપના નેતાઓને ખુશ કરવા પોલીસ એન્કાઉન્ટર કરી રહી છે : વિપક્ષઃ પોલીસ અધિકારીએ ે અપરાધી યાદવને કહ્યું હતું કે તારુ નામ એન્કાઉન્ટરની યાદીમાં છે : ઓડિયો કલીપ સામે આવતા પોલીસ અધિકારી સસ્પેન્ડ

લખનઉ, તા.૧૬ : ઉત્ત્।ર પ્રદેશના જાંસીમાં એક સિનિયર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરનું ફોન પર ફિકિસંગ કર્યું હતું જેને કારણે તેને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. જાંસી જિલ્લાના આ પોલીસ અધિકારી એક ગુનેગાર સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેણે એન્કાઉન્ટરનું ફિકિસંગ કર્યું હતું.

બન્નેની વાતચીતની ઓડિયો કલીપ પણ વાઇરલ થઇ રહી છે. બીજી તરફ આ ઓડિયો કલીપ વાઇરલ થતા વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ઉત્ત્।ર પ્રદેશની ભાજપ સરકાર એન્કાઉન્ટરો પણ ફિકસ કરીને કરે છે.

જે ઓડિયો કલીપ વાઇરલ થઇ રહી છે તેમાં જાંસીના મૌરાનીપુરમાં આવેલા પોલીસ સ્ટેશનના એસએચઓ સુનીત કુમાર સિંદ્ય લેખરાજ યાદવ નામના એક ગેંગસ્ટરની સાથે વાતચીત કરતા ઝડપાઇ ગયા હતા. બન્ને વચ્ચે આઠ મિનિટની વાતયીત થઇ હતી, જેમાં આ પોલીસ અધિકારી ગેંગસ્ટર લેખરાજ યાદવને જાણ કરી રહ્યા છે કે તારુ નામ પોલીસના એન્કાઉન્ટરની હિટલિસ્ટમાં છે. આ ગેંગસ્ટર પર હત્યાઓ, અપહરણ જેવા મોટા ગુનાના અનેક કેસો દાખલ છે. યાદવની અગાઉ ધરપકડ પણ થઇ ચુકી છે. સામાન્ય રીતે એન્કાઉન્ટર અગાઉથી નક્કી નથી કરવામાં આવતા. જોકે આ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્ત્।ર પ્રદેશ પોલીસ કોનું કોનું એન્કાઉન્ટર કરવાનું છે તેની યાદી પણ બનાવીને તૈયાર રાખી છે. બીજી તરફ પોલીસ અધિકારી અને અપરાધી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે. હાલ તેની ખરાઇ માટે તેને ફોરેંસિક લેબમાં પણ મોકલી દેવામાં આવ્યો છે. આ ઓડિયો કલીપને યાદવે જ રીલીઝ કરી હતી. બીજી તરફ વિપક્ષે આરોપ લગાવ્યો છે કે ઉત્ત્।ર પ્રદેશ પોલીસ એવા અપરાધીઓનું એન્કાઉન્ટર કરી રહી છે કે જેનાથી ભાજપના નેતાઓને વાંધો હોય. એટલે કે પોલીસ અને ભાજપના નેતાઓ બન્ને મળીને આ એન્કાઉન્ટરનું ફિકસીંગ કરી રહ્યા છે.(૨૨.૭)

(3:58 pm IST)