મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

મંગળ પર જશે વિશ્વનું સૌથી શકિતશાળી રોકેટ 'ફાલ્કન હેવી'

રોકેટનું કુલ વજન ૬૩.૮ ટનઃ લંબાઇ ૨૩૦ ફુટઃ ૧ લાખ ૪૦ હજાર પાઉન્ડનું વજન અંતરિક્ષમાં મોકલી શકાય છે

મિયામી તા. ૧૬ : નાસા માટે અંતરિક્ષ ઉપકરણ બનાવતી વિશ્વની સૌથી મોટી પ્રાઇવેટ કંપની 'સ્પેસ એકસ' આજે વિશ્વનું સૌથી શકિતશાળી સ્પેસ રોકેટ લોન્ચ કરવા જઇ રહી છે. સૌથી 'શકિતશાળી' મનાતુ આ રોકેટનું નામ 'ફાલ્કન હેવી' છે. તેને ફલોરિડામાં આવેલા નાસા ના જ લોન્ચ પેડ પરથી સ્પેસમાં મોકલવામાં આવશે તે પૃથ્વીની ઓર્બિટથી મંગળની ઓર્બિટ સુધી ચક્કર લગાવતું રહેશે.

આ સ્પેસ રોકેટનું કુલ વજન ૬૩.૮ ટન છે જે બે સ્પેસ શટલના વજનની બરાબર છે તેમાં ૨૭ મર્લિન એન્જીન લાગ્યા છે. જે ત્રણ ફાલ્કન ૯ રોકેટની બરાબર છે. આ રોકેટ ૨૩૦ ફુટ લાંબુ છે. જેમાં અંદાજે એક લાખ ૪૦ હજાર પાઉન્ડનું વજન અંતરિક્ષમાં મોકલી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ફાલ્કન હેવી રોકેટ કોઇ વ્યકિતને નહિ પરંતુ એક સ્પોર્ટસ કારને અંતરિક્ષમાં લઇ જશે. તેની સાથે જ ટેસ્લા રોડસ્ટર વિશ્વની પ્રથમ કાર બની જશે. જે મંગળના ઓર્બિટમાં પ્રવેશ કરશે.

એક અંતરિક્ષ વૈજ્ઞાનીકે જણાવ્યું કે, નાસા ફાલ્કન હેવી રોકેટનો ઉપયોગ લોકોને ચંદ્ર અને મંગળ પર મોકલવામાં કરી શકે છે. આ રોકેટ અત્યાર સુધી સ્પેસમાં સૌથી ભારે સામાન લઇ જતું વાહનથી પણ બે ગણો વધારે સામાન સ્પેસમાં મોકલશે. એ જ કારણ છે કે નાસા તેને ભવિષ્યમાં મોટા સ્તર પર થતાં ચંદ્ર અને મંગળ મિશન માટે એક ઉપયોગી લોન્ચિંગ માની રહી છે.(૨૧.૨૧)

(2:26 pm IST)