મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલના રાજઘાટ ખાતે અમરણાંત ઉપવાસ

ઉન્નાવ - કઠુઆ રેપ મામલે આરોપીઓને મૃત્યુદંડની માંગ સાથે

નવી દિલ્હી,: મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલના અનિશ્ચિત સમય માટેના ઉપવાસનો રવિવારે ત્રીજો દિવસ હતો. સ્વાતિની માંગ છે કે બાળકીઓ સાથે દુષ્કર્મના આરોપીઓને મૃત્યુદંડ આપવામાં આવે. સ્વાતિ માલીવાલે ઉન્નાવ અનેકઠુઆ જિલ્લામાં બનેલ બળાત્કારની ઘટનાઓનેધ્યાનમાં રાખીને રાજઘાટ પર વિરોધ સ્વરૂપ અનશન શરૂ કર્યું છે. આયોગના પ્રમુખે ગુરૂવારે વડાપ્રધાનમોદીને પત્ર લખી જણાવ્યું હતું કે, હું પોતાનો ઉપવાસત્યાંં સુધી નહીં તોડું જ્યાં સુધી વડાપ્રધાન દેશમાંદીકરીઓની સુરક્ષા માટે એક યોગ્ય કાર્યપ્રણાલી વિકસાવવાનું વચન નહીં આપે. માલીવાલના આવિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરીઆપી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને દેશમાં કડક બળાત્કાર વિરોધી કાયદો લાવવાનો આગ્રહ કર્યો છે. (૩૭.૬)

(12:50 pm IST)