મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

અમેરિકાને ભારતની ફોરેન એકસચેન્જ પોલિસી પર શંકાઃ કરન્સી દેખરેખ સૂચિમાં સમાવેશ કર્યો

ભારત સીવાય આ યાદીમાં ચીન, જર્મની, જાપાન, કોરિયા, અને સ્વિટઝરલેંડનો સમાવેશ

નવી દિલ્હી તા. ૧૬ : અમેરિકાએ ભારતને એવા દેશોની યાદીમાં નાંખી દીધું છે કે જેમની ફોરેન એકસચેંજ પોલિસી પર તેને શંકા છે. આ યાદીમાં તેણે ભારત સીવાય ચીન સહિત ચાર અન્ય દેશોના નામોનો પણ સમાવેશ કર્યો છે. ભારત સીવાય અમેરિકાની આ યાદીમાં ચીન, જર્મની, જાપાન, કોરિયા, અને સ્વિટઝરલેંડનો સમાવેશ થાય છે. ભારતને અત્યારે આ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જયારે બાકી પાંચ દેશ ગત ઓકટોબર માસથી જ આ યાદીમાં સમાવિષ્ટ છે. આ રિપોર્ટ અર્ધ વાર્ષિક હોય છે. અમેરિકાના પોતાના કેટલાક નિયમો છે જેના આધાર પર તે દેશોને આ લિસ્ટમાં સમાવિષ્ટ કરે છે.

તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર કોઈ વ્યાપાર ભાગીદારી પોતાની કરંસી રેટમાં જાણીજોઈને હેરાફેરી કરતા નથી જણાયું. આ લિસ્ટમાં સમાવિષ્ટ પાંચ દેશ ત્રણ પૈકી બે માપદંડો પર યોગ્ય સાબીત થઈ રહ્યા છે. ચીનને આ લીસ્ટમાં એટલા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે કારણ કે અમેરિકાની વ્યાપારીક ખોટ તેની સાથે વધુ છે. ચીન સાથે અમેરિકાની વ્યાપારીક ખોટ આશરે ૩૩૭ અરબ ડોલર છે. અમેરિકાની કુલ વ્યાપારીક ખોટ ૫૫૬ અરબ ડોલર છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવને જણાવ્યું કે અમે કરંસી રેટમાં ઉતાર ચઢાવ કરવાની ખોટી પદ્ઘતીઓની સંભાળ રાખવાની સાથે તેમની સાથે લડતા પણ રહીશું. તો આ સીવાય અમે મોટી વ્યાપારીક ખોટને બેલેન્સ કરવા માટે નીતિઓને પ્રોત્સાહન આપવાની સાથે સુધાર માટે પગલા પણ ભરતા રહીશું.(૨૧.૫)

(11:39 am IST)