મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

આખરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘બેટલ ફોર બનારસ’ને સેન્સર બોર્ડે પાસ કરી દીધી

   ફોટો તા; 16 film
નવી દિલ્હી : આખરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે  લોકસભા ચૂંટણી 2014માં બનારસ સીટ પર થયેલાં ચૂંટણી મહાસમર પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મબેટલ ફોર બનારસઅંતે હાઈકોર્ટના ફેંસલા બાદ ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલમાં પાસ થઈ ગઈ છે.

 
ફિલ્મમાં વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીઓને ટ્રિબ્યૂનલે એમ કહેતાં પાસ કરી દીધાં કે તેને દર્શકોના અનુભવ અને વિવેક પર પૂરો વિશ્વાસ છે.

   બંને નેતાઓએ બનારસ સીટ પરથી ચૂંટણી લડી હતી. તેના પ્રચારના સમયે ફિલ્મ માટે 44 દિવસ સુધી ભાષણને રેકોર્ડ કરવામાં આવ્યાં. જે બાદબેટલ ફોર બનારસને રજૂ કરવા ઘણી લાંબી લડાઈ જોવા મળી. સેન્સર બોર્ડે ઓક્ટોબર, 2015માં ફિલ્મને પાસ કરી હતી.

(12:00 am IST)