મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

ઉન્નાવ-કઠુઆના ગેંગરેપ વિરુદ્ધ દેશભરમાં ભારે રોષ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં હજારો યુવાઓ જોડાયા

સિવિલ સોસાયટી સહિત હજારો લોકોનું જંતર મંતર વિસ્તારમાં પ્રદર્શન:દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ

નવી દિલ્હી :કઠુઆમાં બાળકી પર ગેંગરેપ અને હત્યા અને ઉન્નાવમાં યુવતી સાથે બળાત્કાર અને તેના પિતાની હત્યા મામલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે વડપ્રધાન મોદીએ સ્વયં ઘટનાઓે શર્મજનક કરનારી ગણાવી હતી.

   દિલ્હીમાં સિવિલ સોસાયટી સહિત તમામ લોકો ઘટનાઓના વિરોધમાં દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં પ્રદર્શન કરવા માટે ઉતર્યા હતા  પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત નાના બાળકો પણ સામેલ થયા છે. લોકો ઉન્નાવ અને કઠુઆ ઘટનાના દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય પર એક યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ છે. તેની સાથે પીડિતાના પિતાની હત્યાનો પણ આરોપ છે. આખા દેશમાં મુદ્દા પર ચર્ચા થયા બાદ સીબીઆઈએ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ કઠુઆમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યાના આરોપમાં 60 વર્ષના પ્રૌઢ સહિત પોલીસકર્મિઓના નામ સામે આવ્યા છે

(12:00 am IST)