મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

આંધ્ર પીપલ ફોરમે સોમવારે આંધ્ર બંધનું એલાન આપ્યું

આંધ્રપ્રદેશ ને સ્પેશ્યલ કેટેગરીનું  સ્ટેટ્સ આપવા માટેની માગણી સાથે આજે સોમવારે આંધ્ર પ્રદેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આંધ્ર પીપલ ફોરમે આપેલા બંધના એલાનને કોંગ્રેસ પક્ષ તથા વાયએસઆર કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સમર્થન આપ્યું છે. જોકે શાસક તેલુગુદેશમ પક્ષે આ બંધનો વિરોધ કર્યો છે. તેલુગુદેશમ પક્ષના ચંદ્રબાબુ નાયડુએ આ બંધનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે બંધના એલાનથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.

(12:00 am IST)