મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

યુપીની વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવાર જાહેર:સપામાંથી આવેલ બુકકંલ નવાબને મેદાનમાં ઉતાર્યા

લખનૌ ;ઉત્તર પ્રદેશની વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે વિધાન પરિષદની 13 સીટો માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે ચૂંટણીની અધિસૂચના 9 એપ્રિલે જારી કરાઈ હતી ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 16 એપ્રિલ છે. ભાજપે વિદ્યા સાગર સોનકર, અશોક  કટારિયા, વિજય બહાદુર પાઠક, અશોક ધવન, બુક્કલ નવાબ, સરોજિની અગ્રવાલ, યશવંત સિંહ, જયવિર સિંહ, ડો. મહેન્દ્ર સિંહ અને મોહસિન રજાના નામની જાહેરાત કરી છે  ભાજપે બંન્ને વર્તમાન વિધાન પાર્ષદ ડો. મહેન્દ્ર સિંહ અને મોહનિસ રજાને ફરી વિધાન પરિષદમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.ઉપરાંત સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થનારા બુક્કલ નવાબને પણ પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે

    તમામ ઉમેદવારો સોમવારે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી નોંધવનારા ઉમેદવારો 19 એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકે છે. ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની તમામ સીટો માટે 26 એપ્રિલે મતદાન થશે. 12 મેએ 7 વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. 7 સભ્યોમાં અખિલેશ યાદવ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ સામેલ છે. તે સિવાય બસપાના વિજય પ્રતાપ સિંહ અને સુનીલ કુમાર ચિત્તૌડનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપના બે મોહસિન રજા અને મહેન્દ્ર કુમારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે

(9:48 pm IST)