મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

હવે ઉન્નાવના સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર વિરુદ્ધ બળાત્કારનો આરોપ

મહિલાની ફરિયાદના આધારે સફિપુરના સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર ઇમરાન વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

લખનૌ :ઉત્તર પર્દેશના ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ રેપનો આરોપ મુકાયો છે ત્યારે ઉન્નાવથી સમાજવાદી પાર્ટીના એક કાઉન્સિલર પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સફિપુરના સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર ઇમરાન વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. અને તપાસ કરી રહી છે.

   પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પડિતાએ પણ આરોપ લગાવ્યો હતો કે, દુષ્કર્મ સમયે કાઉન્સિલરના એક સાથીએ અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. હવે કાઉન્સિલર વીડિયો થકી તેને બ્લેકમેઇલ કરતો હતો.

     પીડિતાના પતિનો આરોપ છે કે આરોપ છે કે ઘટનાના બે મહિના બાદ છેક હવે કેસ દાખલ કર્યો છે. પરંતુ કાઉન્સિલરની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ ઉન્નાવના એડિશનલ એસપીનું કહેવું છે કે, ફરિયાદ સમયે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ ગેંગરેપ કેસમાં બાંગરમરુના બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગર 7 દિવસની સીબીઆઈની કસ્ટડીમાં છે. કુલદીપ સેંગરના ભાઈ અતુલ સેંગર ઉપર પીડિતાના પિતા સાથે ઢોર માર મારવાનો પણ આરોપ છે. ત્યારબાદ તેનું મોત થયું હતું. જોકે, કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે.

(9:40 pm IST)