મુખ્ય સમાચાર
News of Saturday, 17th March 2018

આપણે સતાના ભય, સતાની મનમાનીથી મુકત હોય તેવા રાષ્ટ્ર નિર્માણ માટે સંઘર્ષ કરવાનો છેઃ ભાજપ સરકાર સામ-દામ-દંડ-ભેદની નીતીથી ભાગલા પાડી રહી છેઃ કોંગ્રેસના અધિવેશનમાં સોનીયા ગાંધીના પ્રહારો

નવી દિલ્હીઃ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું છે. જેમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષા સોનીયા ગાંધીએ સંબોધન કરીને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

ં સોનીયા ગાંધીએ જણાવ્યું કે પરિસ્થિતિઓના કારણે મને રાજકારણમાં આવવા પ્રેરિત કરી હતી. જો કે રાજકારણમાં હું આવવા ઇચ્છતી નથી. ૨૦૦૩ માં અમે સમાન વિચારધારાવાળી પાર્ટી સાથે કામ શરૂ કર્યું અને ૨૦૦૪માં અમને તેનું પરિણામ મળ્યું.

સત્તાના અહંકાર સામે કોંગ્રેસ કયારે ઝુકશે નહીં. કોંગ્રેસના ત્રણ દિવસના મહાઅધિવશેમાં સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા . સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ પડકારજનક સ્થિતિમાં જવાબદારી સંભાળી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું કે આપણે સત્તાના ભય, સત્તાની મનમાનીથી મુકત હોય તેવા રાષ્ટ્રનિર્માણ માટે સંદ્યર્ષ કરવાનું છે.

જયારે અહંકાર મુકત ભારતના નિર્માણ માટે બલિદાન આપવા તૈયાર રહેવાનું છ. ભાજપની સરકાર શામ, દામ, દંડ ભેદની નીતિથી ભાગલા પાડી રહી છે. કેન્દ્ર સરકારે મીડિયાને પણ ડરાવવાનું બાકી રાખ્યું નથી. યુપીએ સરકારના સમયમાં દેશની અર્થવ્યવસ્થા આગલ વધી છે. કોંગ્રેસ સરકારના સમયે ક્રાંતિકારી, ઐતિહાસિક યોજનાઓ લાગુ કરાઇ.

મોદી સરકાર કોંગ્રેસની યોજનાઓને નજરઅંદાજ કરી રહી છે તેનું દુખ છે. સત્તાના અહંકાર સામે કોંગ્રેસ કયારે ઝુકશે નહીં. કોંગ્રેસ મોદી સરકારના ષડયંત્રો ખુલ્લા પાડવામાં આગળ રહેશે. 2014¨À ચૂંટણીમાં ભાજપે કરેલા વચનો નાટક સમાન હતા.

(6:46 pm IST)