મુખ્ય સમાચાર
News of Saturday, 17th March 2018

અંતરિક્ષમાં જનારી પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા

 * પૂરૃં નામઃ કલ્પના જીન વિયેરે હૈરિસન (લગ્ન પહેલા- કલ્પના બનારસીલાલ ચાવલા)

*જન્મઃ ૧૭ માર્ચ ૧૯૬૨

* જન્મ સ્થળઃ કરનાલ, પંજાબ (જે હમણાં હરિયાણા છે.)

*રાષ્ટ્રીયતાઃ યુ.એસ.એ (ભારત)

* કાર્યક્ષેત્ર : અંતરિક્ષ યાત્રી, અંતરિક્ષ, શટલ મિશન વિશેષજ્ઞ

* પુરસ્કારઃ મરણોપરાંત કોંગ્રેસના અંતરિક્ષ પદકનું સન્માન નાસા અંતરિક્ષ ઉડાન પદક નાસા વિશિષ્ટ સેવાપદક

* મૃત્યુઃ ૧ લી ફેબ્રુઆરી ૨૦૦૩, ટેકસાસ

કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલ શહેરમાં ૧૭ માર્ચ ૧૯૬૨એ થયો હતો. તેમનાા તેમના પિતાનું નામ બનાસીલાલ ચાવલા અને માતાનું નામ સંજયોતિ છે.

કલ્પના ચાવલા એક ભારતીય- અમેરિકન અવકાશયાત્રી હતાં. તેમણે પ્રથમ ૧૯૯૮માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

૧૯૮૨માં ચંદીગઢ પંજાબ ઈજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માૂં યુનાઈટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેકસાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગમાં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલાએ બીજી M.S. ડિગ્રી ૧૯૮૬માં અને Ph.D. ૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.

બાદમાં તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જયાં તેણીએ વર્ટિકલ લઘુ ટેકઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD  સંશોધન કર્યું. ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરી્ક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ ૧૯૯૫માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સમાં જોડાયા હતા અને તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમનું પ્રથમ અવકાશી મિશન ૧૯ નવેમ્બરથી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઈમ રોબોટિક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી. છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબિયા એસટીએસ- ૮૭માં ફલાઈટ ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યકિત હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઈલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા.

૧લી ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ ધરતીથી ૬૩ કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલંબિયા તૂટી પડતા કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેકસાસમાં મૃત્યુ નિપજ્યા હતા.(૩૦.૮)

(2:41 pm IST)