News of Wednesday, 17th February 2021
સન્ની દેઓલના સંસદીય ક્ષેત્ર ગુરદાસપુરની તમામ 29 બેઠકો પર ભાજપની કારમી હાર : કૉંગ્રેસએ જીતી તમામ 29 સીટો
સન્ની દેઓલના સંસદીય મત વિસ્તાર ગુરદાસપુરમાં ભાજપને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સખત હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપને અહીં 29 માંથી 29 બેઠકો પર પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીંથી કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી છે પંજાબ મ્યુનિસિપલ ચૂંટણીની ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવી રહ્યા છે.
(12:51 am IST)