મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સતીશ શર્માનું નિધન

કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભામાં ગાંધી પરિવારનાં પ્રતિનિધી હતાં

નવી દિલ્હી : કોંગ્રેસનાં અગ્રણી નેતા અને પુર્વ કેન્દ્રીય પ્રધાન સતીશ શર્માનું બુધવારે નિધન થયું છે, કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા વિસ્તારમાં ગાંધી પરિવારનાં પ્રતિનિધી હતાં, તે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં વિશ્વાસુ મનાતા હતા, તેમના નિધન બદલ વિવિધ રાજકિય પાર્ટીઓનાં નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

કોંગ્રેસનાં નેતા જિતિન પ્રસાદે શર્માના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, કેપ્ટન સતીષ શર્માના મોત અંગે સાંભળીને મને દુ:ખ થયું છે. પોતાના નાના સાથીઓ સાથેની તેમની વર્તણૂંક હંમેશા પ્રોત્સાહિત કરનારી રહી. તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

(11:40 pm IST)