મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

શ્રીનગરના સોનવરમાં અંધાધૂંધ ફાયરિંગ : 23 દેશોના રાજદૂતો નજીકમાં રોકાયા છે

હુમલામાં ડલ ઝરણાની પાસે આવેલા ઢાબાનો એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ : મુસ્લિમ ઝાબાંજ ફોર્મસે આ હુમલાની જવાબદારી લીધી

શ્રીનગર : વિદેશી રાજદૂતોના કાશ્મીર પ્રવાસની વચ્ચે શ્રીનગરના સોનવર વિસ્તારમાં ફાયરિંગ થયેલ છે. હુમલા જ્યાં થયો છે, ત્યાંથી એક કિલોમીટર દૂર વિદેશી રાજદૂતો રોકાયેલા છે. કહેવાય છે કે, આ હુમલામાં ડલ ઝરણાની પાસે આવેલા ઢાબાનો એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે. મુસ્લિમ ઝાબાંજ ફોર્મસે આ હુમલાની જવાબદારી લીધી છે. તો વળી સુરક્ષાદળોએ મોર્ચો સંભાળી લીધો છે. આ વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

ટીઆરએફે આ હુમલાની જવાબદારી લેતા કહ્યુ હતું કે, ઢાબાનો માલિક કાશ્મીરના ડેમોગ્રાફીમાં ફેરફારને સમર્થન આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુરોપીય દેશો અને ઓઆઈસીના અમુક દેશોના રાજદૂતોનું એક સમૂહ જમ્મુ કાશ્મીરમાં બે દિવસ પ્રવાસે આવ્યા છે.આ રાજદૂતો જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણી બાદ સ્થિતીનું નિરીક્ષણ કરવા આવ્યા છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં કલમ 370ને જમ્મુ કાશ્મીરમાંથી હટાવી દીધી હતી અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરી નાખ્યુ હતું. કેન્દ્રના આ પ્રકારના નિર્ણય બાદ આ ત્રીજૂ પ્રતિનિધિમંડળ છે, જે જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવ્યુ હોય

(11:02 pm IST)