મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

બજેટ ૨૦૨૧-૨૨ કરશે ઇન્ડિયન ઇકોનોમીની મદદ : બેંકિંગ સિસ્ટમ પણ ૨૦૨૩ના મધ્ય સુધીમાં વેગ પકડશે

આગામી નાણાંકીય વર્ષ સુધીમાં દેશની અર્થવ્યવસ્થા સ્પીડ પકડશે

S&P ગ્લોબલ રેટીંગ્સનો રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૭ : ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. આવનારા નાણાકીય વર્ષ સુધીમાં અર્થવ્યવસ્થા સ્પીડ પકડી લેશે.

ભારતીય અર્થવ્યવસ્થા ધીરે ધીરે પાટા પર આવી રહી છે. ભરોસો વ્યકત કરવામાં આવી રહ્યો છે કે ૧ એપ્રિલ ૨૦૨૧થી શરૂ થનારા નાણા વર્ષમાં ઈન્ડિયન ઈકોનોમી શાનદાર પ્રદર્શન કરશે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ મુજબ કોવિડ ૧૯ની સ્થિતિ બાદ સરકારના સહયોગથી આના જલ્દી સ્પીડ પકડવાની શકયતા છે. જો કે એટલા માટે તમામ પ્રયાસો કરવા પડશે. આમાંથી સૌથી મહત્વનું છે લોકોનું ઝડપી રસીકરણ થવું.

એસએન્ડપીના જણાવ્યાનુંસારા નાણા વર્ષ ૨૦૨૧-૨૨ માટે નિર્ધારિત બજેટની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ કરશે. અર્થવ્યવસ્થા અત્યારે પણ જોખમનો સામનો કરી રહી છે. કેમ કે આ સ્થિરીકરણથી વસૂલી શકાય છે. ભારતને આ સમયે કોરોના મહામારીના કારણે નુકસાનનો સામનો કરી રહ્યું છે. જે જીડીપીના લગભગ ૧૦ ટકાના બરાબર દીર્ઘકાલિક નુકસાનનું અનુમાન આપે છે. ગ્લોબલ રેટિંગ એજન્સીએ કહ્યું કે ૨૦૨૧ના મધ્ય સુધી ભારતીય અર્થવ્યવસ્થા રિકવરીના ટ્રેક પર હશે. એસએન્ડીનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અને ભારત સરકારના પ્રયાસોથી ઈકોનોમીમાં આવેલા ઘટાડાને ઓછો કરી રહી છે. ભારતીય બેંકિંગ સિસ્ટમ પણ વર્ષ ૨૦૨૩ના મધ્ય સુધી પાછી પોતાની રફતાર પકડી લેશે.

(11:00 am IST)