મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

મોડી રાત્રે તામિલનાડુના ગવર્નર શ્રીમતી તામિલીસાઈ સુંદરરાજનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો ચાર્જ સોંપાયો

પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર, ચાર સભ્યોના રાજીનામા બાદ લઘુમતીમાં આવી ગઇ છે ત્યારે, અચાનક જ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીને રાતોરાત હટાવીને તેમના સ્થાને તામિલનાડુના ગવર્નર શ્રીમતી તામિલીસાઈ સુંદરરાજનને પુડ્ડુચેરીનો વધારાનો ચાર્જ પણ સુપરત કરવામાં આવ્યો છે.
પુડચેરીના રાજકારણમાં કોઇ મોટા રાજકીય ધડાકા-ભડાકા થઇ રહ્યાના એંધાણ મળે છે.

(12:00 am IST)