મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

ભારતના ખેડૂત આંદોલનને સમર્થન આપવા અમેરિકામાં ' રોઝ કમપેન ' : વેલેન્ટાઈન દિવસે 14 ફેબ્રુઆરીના રોજ ગ્લોબલ ઇન્ડિયન પ્રોગ્રેસિવ ડાયસ્પોરા ( GIPD ) એ અભિયાન શરૂ કર્યું

વોશિંગટન : વિશ્વના એક ડઝન જેટલા દેશોમાં ફેલાયેલા ગ્લોબલ  ઇન્ડિયન પ્રોગ્રેસિવ ડાયસ્પોરા ( GIPD ) ના ઉપક્રમે અમેરિકામાં વેલેન્ટાઈન દિવસે 14  ફેબ્રુઆરીના રોજ રોઝ કમપેન શરૂ કરાયું છે.

આ કમપેન અંતર્ગત જુદા જુદા દેશોમાં ફેલાયેલા આ સંગઠનના અનુયાયીઓને કૃષિ ધારો પાછો ખેંચાવવા ભારતના વડાપ્રધાન સહિતના અગ્રણીઓને રોઝ મોકલવાનો આદેશ અપાયો છે.તથા ટ્વીટર ઉપર મેસેજ આપવાનો આદેશ અપાયો છે.ઉપરાંત પોત  પોતાના દેશો સ્થિત ભારતીય દૂતાવાસને પણ ઉપરોક્ત સંદેશ સાથે ગુલાબ મોકલવા જણાવ્યું છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)