મુખ્ય સમાચાર
News of Monday, 17th February 2020

સ્માર્ટ સીટી મિશન બાબતે ચાલી રહેલ 'સીટીઝન પરસેપ્શન સર્વે'માં ઓટીપી પ્રથા રાખવાની જરૂર હોવાની માંગણી

નવી દિલ્હી,તા.૧૭: ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સ દ્વારા નાગરિકો માટે પોતાના શહેરનુ સ્માર્ટ સિટીના સંદર્ભમાં રેકિંગ આપવા અને એ રીતે પોતાના શહેર વિષે નાગરિકોના શું અભિપ્રાય છે એ જાણવો એક સર્વે શરૂ કર્યો છે. 'સીટીઝન પરસેપ્શન સર્વે' અથવા 'ઇઝ ઓફ લિવિંગ ૨૦૧૯' પણ કહેવામાં આવેલ છે.

આ સર્વેમાં પુખ્ય ઉંમરની વ્યકિત ભાગ લઇ શકે છે. પરતુ એની પાસે મોબાઇલ નંબર હોવો ફરજિયાત છે. આ સર્વેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત કુલ ૧૨ ભાષઓમાંગી કોઇ પણ ભાષા નાગરિક પસંદ કરીને સર્વેમાં ભાગ લઇ શકે છે. ગુજરાત સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય સ્થાનિક સરકારોએ આમાંથી પાઠ લેવાની જરૂર છે.

નાગઋરકોના પ્રતિભાવોના આધારે મિનિસ્ટ્રી શહેરને રેંકિંગ આપી શકે છે. જો કે મિનિસ્ટ્રી દ્વારા એવું કોઇ પણ જણાવેલ નથી.

આ સર્વે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ થયેલ છે. અને ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ અંતિમ તારીખ છે. ગુજરાતનાં કુલ ૬ શહેરોનો સર્વે થઇ રહ્યો છે. અમદાવાદ , દાહોદ,ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા.

આ સર્વેમાં નીચેના ૧૭ મુદ્દાઓ પર નાગરિકતોએ પોતાના પ્રતિભાવો આપવાના છેઃ (૧) વ્યાજબી ખર્ચામં ગુણવતાયુકત શિક્ષણ (૨) વ્યાજબી ખર્ચમાં આરોગ્ય સંભાળ, (૩)શહેરની સ્વચ્છતા, (૪) કચરાનું વ્યવસ્થાપન (૫)પીવાનું પાણીનો પુરવઠો (૬) રસ્તાઓ પર પાણી ભરાઇ જવા (૭) શહેરની અંદર મુસાફરીમાં સલામતી (૮) મુસાફરી સરળતા (૯) મુસાફરીનો ખર્ચ (૧૦) શહેરમાં સલામતી અને સુરક્ષા (૧૧) જાહેર સ્થળો પર મહિલાઓની સલામતી અને સુરક્ષા (૧૨) આજીવિકાની તકો (૧૩) યોગ્ય જીવન ધોરણ ટકાવવા માટે મળવાપાત્ર આવકની તકો (૧૪) વીમા-બેકિંગ -એટીએમ જેવી નાણાકીય સુવિધા અને ક્રેડિટ મેળવવાની સરળતા (૧૫) હવાની ગુણવત્તા (૧૬) હરિયાણી અને (૧૭) વીજ પુરવઠો અને તેના ભાવ.

આ ૬ શહેરોના નાગરિકો પોતાના શહેર વિષે પોતાનો અભિપ્રાય આપવાની તક ઉઠાવેએ માટે આપના સમાચાર પત્ર/ ટી.વી. ચેનલ /રેડિયો દ્વારા નાગરિકોને માહિતગાર કરો એવી એપક્ષા.

આપએ બાબતની નોંધ લેશો કે આ સર્વેમાં એક અત્યંત મહત્વની ખામી છે. કોઇ પણ શહેરની સ્થાનિક સરકાર કોઇ પણ એક સંસ્થાને કામ સોપીને ખોટા અભિપ્રાયો ભરાઇ શકે એવી ખામીયુકત છે. જે નાગરિક આ પ્રતિભાવ ભરતો હોય તેની ખરાઇ કરવા તેના મોબાઇલમાં વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવવો જોઇએ. જે આ સર્વે ફોર્મમાં નથી. એટલે કોઇ પણ વ્યકિત જેની પાસે નાગરિકોના નામ અને મોબાઇલ નંબર છે. તે વ્યકિત બેઠા બેઠા હજારો ફોર્મ ભરી શકે છે. અને આ રીતે ખોટી રીતરસમ અપનાવીને કોઇ પણ સીટી ગવમેન્ટ પોતાનું રેકિંગ આગળ લાવી શકે છે.

અમે આ અંગે એક ઇ -મેઇલ દ્વારા કેન્દ્રિય મંત્રિશ્રી અને સચિવોનું આજરોજ ધ્યાન દોરેલ છે. જેની નકલ આપને ઇ-મેઇલ /વોટ્સએપથી મોકલવામાં આવી છે.

આપ પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરશો એવી અપેક્ષા છે.

(4:03 pm IST)