મુખ્ય સમાચાર
News of Monday, 17th February 2020

સરકાર-NRI વચ્ચે સંઘર્ષના એંધાણ

આયકર વિભાગ NRIને 'અવાસ્તવિક' વિદેશી આવક અંગે પુછપરછ કરશેઃ સાબિતી માટે પુરાવા જરૂરી

નવી દિલ્હી તા. ૧૭ :.. ટેકસના મામલે સરકાર અને એનઆરઆઇ સમુદાય વચ્ચે સંઘર્ષ થવાની શકયતા છે. નવા કાયદાની અસર સ્વરૂપે એવું લાગે છે કે આગામી વર્ષથી ઇન્કમટેકસ વિભાગ એનઆરઆઇને તેમની 'અવાસ્તવિક' વિદેશી આવક અંગે પુછપરછ કરી શકે છે.

છેલ્લા એક દાયકામાં, ખાસ કરીને બ્લેક મની એકટ, ર૦૧પ પસાર થયા બાદ કેટલાક ભારતીયો બનાવટી વિદેશી આવક પેદા કરવા માટે એનઆરઆઇ બન્યા છે જેમાં ટ્રેડીંગ પ્રોફીટ, કન્સલ્ટન્સી ફી અને તગડા પગાર સામેલ છે. આ છટકબારી દ્વારા તેઓ વિદેશમાં છૂપાવેલી સંપતિને કાયદેસર ગણાવે છે. પરંતુ હવે તેમની પાસે આવી 'અવાસ્તવિક' આવકને છૂપાવવાનું મુશ્કેલ બનશે.

સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લાખાણીએ જણવ્યું હતું કે, 'હવે એનઆરઆઇ પર એ સાબીત કરવાની જવાબદાારી આવશે કે વિદેશમાં તેમણે 'બોનાફાઇડ વર્કર' તરીકે કમાણી કરી છે. કાયદામાં આ મુજબનો કોઇ શબ્દ ની, પરંતુ સરકારની પ્રેસ રીલીઝમાં આમ જણાવાયું છે.'

સરકારે બજેટના દિવસ પછી એક પ્રેસ રીલીઝ આપી હતી જેમાં ખાતરી આપી હતી કે વિદેશમાં 'બોનાફાઇડ વર્કર્સ' દ્વારા જે કમાણી કરવામાં અવી હોય તેના પર ટેકસ નહીં લાગે.

આ રીતે એવો ઇશારો અપાયો હતો કે બીજા એનઆરઆઇએ વિદેશમાં તેમની જંગી આવકને ન્યાયોચિત ઠરાવવી પડશે. અત્યાર સુધી ટેકસ ઓફીસે આવું કોઇ વલણ લીધું નથી. ફાઇનાન્સ બીલ ર૦ર૦  અનુસાર જે ભારતીય નાગરિક અન્ય કોઇ દેશમાં ટેકસ ચુકવવાને પાત્ર ન હોય તેને ભારતમાં રહેવાસી ગણવામાં આવશે. આવા ડિમ્ડ રહેવાસીએ વિદેશી આવક પર ટેકસ ભરવો પડશે અને વિદેશી એસેટ્રસ જાહેર કરવી પડશે.

લાખાણીએ જણાવ્યું કે, 'તમામ એનઆરઆઇ બોનાફાઇડ કામદારો નથી. તેઓ બિઝનેસ, એકિઝકયુટીવ પોઝિશન અથવા વિદેશી સંયુકત સાહસના પ્રમોટર તરીકે આવક મેળવે છે. 'બોનાફાઇડ' શબ્દની સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી ગૂંચવણ પેદા થશે.

તેના કારણે મોટી સંખ્યામાં કેસ થવાની શકયતા છે.'

પોતાની બેહિસાબી સંપત્તિને 'વ્હાઇટ' કરવા માટે ઘણા લોકો એનઆરઆઇ બને છે અને પોતાના સોદા કાયદેસર બને તેવું સ્ટ્રકચર ઘડે છે. ઉદાહરણ તરીકે બનાવટી ટ્રેડીંગની આવક સામે તેઓ બોગસ ઇનવોઇસ બનાવે છે. તેઓ અનેક કંપનીઓના નામનો ઉપયોગ કરીને દરેક સ્તરે આવકને માન્યમાં આવે તેવી રીતે દર્શાવે છે.

કેટલાક લોકો તેમના ભારતીય બિઝનેસની એન્ટીટીનો ઉપયોગ કરી વિદેશમાં સીધું રોકાણ કરે છે. તેમાં ચાર ગણી રકમને રોકી શકાય છે અને કુલ રકમને ઇકિવટી અને લોનમાં રૂપાંરીત કરાય છે. ત્યાર બદ કેપિટલ ગેઇમ્સ અથવા લોન પરના વ્યાજ તરીકે વિદેશી ફંડને પરત લાવી શકાય છે. અન્ય લોકો સીનીયર એકિઝકયુટીવ કે ડિરેકટર તરીકે જોડાઇને અત્યંત ઊંચી ફી અથવા પગાર મેળવે છે. ટેકસ કન્સલ્ટન્સી અને ફોરેન્સિક કંપની ચોકસી એન્ડ ચોકસી એલએલસીના પાર્ટનર મિતીલ ચોકસીએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષ દરમિયાન કેટલાક એનઆરઆઇની આવકની ચકાસણી કરવાનું કામ પશ્ચાતવર્તી દૃષ્ટિકોણથી તપાસ સમકક્ષ ગણાશે. આવા કિસ્સામાં કેસ થતા ટાળવા માટે 'બોનાફાઇડ'ની  વ્યાખ્યા નકકી કરવી જરૂરી છે. ટેકસ અધિકારીઓ ર૦-ર૧ ના ગાળા માટે પશ્વાતવર્તી અસર લાગુ કરી ન શકે પરંતુ આવા કેસ વિવિધ એજન્સીઓને રિફર કરી શકે છે.

(11:36 am IST)