મુખ્ય સમાચાર
News of Sunday, 17th February 2019

પુલવામાંના હુમલાને સમર્થન કરનારા સામે કાર્યવાહી શરુ :બેંગ્લોર અને પુણે-ભીલાઈથી બે યુવકોની ધરપકડ

દેહરાદૂનથી પણ એક કાશ્મીરી યુવકને ઝડપી લીધો

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર જેશના આતંકવાદીની કથિત રીતે સરાહના અને હુમલાના સપોર્ટમાં સોશ્યિલ મીડિયા પર સંદેશ લખવાના આરોપમાં ઘણા કાશ્મીરીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. શનિવારે એક કાશ્મીરી છાત્રાની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. જયારે પોલીસે શનિવારે પુણે અને ભીલાઈથી બે યુવકોની ધરપકડ કરી છે.

બેંગ્લોરની રેવા વિશ્વવિદ્યાલય ના છાત્ર તાહિર લતિફે શનિવારે સવારે એક ફેસબૂક પોસ્ટ શેર કરી. જેમાં તેને પુલવામાં હુમલામાં શામિલ આત્મઘાતી હુમલાવરનો વીડિયો કથિત રૂપે અપલોડ કર્યો અને હુમલા માટે તેના વખાણ કર્યા. પોલીસ અનુસાર, આરોપી યુવકે તેના સ્ટેટ્સમાં લખ્યું છે કે આ બહાદુર વ્યક્તિને મોટું સલામ. અલ્લાહ તમારી શહાદતને સ્વીકાર કરે અને જન્નતમાં તમને તમને મોટું સ્થાન આપે, શહીદ આદિલ ભાઈ.

 

 

દેહરાદૂનમાં કાશ્મીરના 19 વર્ષના વિધાર્થીને બુધવારે સુરક્ષાબળો ઘ્વારા માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકવાદીની ફોટો પોસ્ટ કરવાના આરોપમાં અલ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. વહાર્ટસપ મેસેજમાં આ કાશ્મીરી વિધાર્થીએ પુલવામાં હુમલાની તુલના ઓનલાઇન ગેમ પબજી સાથે કરી હતી.

(4:36 pm IST)