મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરતી 8 ટ્રેનોને પીએમ નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા લીલીઝંડી અપાઈ

ગાંધીનગર : આજે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરતી સુવિધાની લીલીઝંડી બતાવી છે. પીએમ મોદી ) દ્વારા 8 ટ્રેનોને લીલીઝંડી અપાઈ છે, જે દેશના અલગ અલગ રાજ્યોના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડશે. પીએમ મોદીએ નવી દિલ્દીથી અન્ય 8 ટ્રેનોને એકસાથે લીલીઝંડી આપી. ત્યારે દેશના અલગ અલગ સ્ટેશનોથી એકસાથે ટ્રેન ઉપડી હતી. આ નજારો જોવા જેવો બની રહ્યો હતો.  જેમાં અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, દાદર, રેવા, વારાણસી, પ્રતાપનગર અને કેવડિયાથી બે મેમુ સહિત 8 ટ્રેન દોડશે. આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. ટ્રેનોને એકસાથે લીલીઝંડી બતાવીને તેમણે સૌથી પહેલા કહ્યું કે, બહુ જ સુંદર તસવીર, આવિષ્કારનું સુંદર સ્વરૂપ ઐતિહાસિક બની રહ્યું.

તેમણે કહ્યું કે, રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું, જેમા એકસાથે અલગ અલગ જગ્યાઓથી આટલી ટ્રેનોને લીલીઝંડી બતાવવામાં આવી. કેવડિયા પણ એવું સ્થળ છે. આ સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતનું મંત્ર સાબિત કરે છે. આજે કેવિડયાનું દેશની દરેક દિશાથી સીધી રેલ કનેક્ટિવિટીથી જોડવું દેશ માટે અદભૂત ક્ષણ છે. ગર્વભરી પળ છે. વારાણસી, રીવા, દાદર, દિલ્હીથી જનશતાબ્દી એક્સપ્રેસ કેવડિયા માટે નીકળી છે. ડભોઈ ચાણોદ ટ્રેન નેરોગેજમાઁથી બ્રોડગેજમાં કન્વર્ટ થઈ છે. આ કનેક્ટિવિટીથી કેવડિયાના આદિવાસી લોકોનું જીવન પણ બદલશે. તે રોજગારીની નવી તક પણ લાવશે. કરનાળી, પોઈચા અને ગરુડેશ્વર જેવા આસ્થા સાથે જોડાયેલા સ્થળો પણ રેલવેથી કનેક્ટ થશે. આ વિસ્તાર સ્પીરીચ્યુઅલ વાઈબ્રેશનથી ભરેલા સ્થળો છે. આજે કેવડિયા ગુજરાતના દુર્ગમ વિસ્તારમાં આવેલો નાનકડો બ્લોક રહ્યો નથી. પણ તે વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન (gujarat tourism) તરીકે ઉભરી રહ્યું છે. અહી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ વધુ પ્રવાસી આવી રહ્યાં છે. લોકાર્પણ બાદ 50 લાખ લોકો તેને નિહાળી ચૂક્યાં છે. કોરોનામાં મહિના સુધી બધુ બંધ રહ્યા છતા, હવે તેના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.

(1:31 pm IST)