મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

રાજસ્થાનના જાલોરમાં મુસાફરો ભરેલી બસને વીજ તાર સ્પર્શી જતા કરંટથી છ લોકોના મોત

રાતના અંધારામાં રસ્તો ભૂલી જતા બસ મહેશપુરા ગામમાં ઘુસી ગઈ અને 11 કેવીની લાઈનનો તાર બસને સ્પર્શી ગયો

રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં શનિવારે રાતે એક મોટી દૂર્ઘટના થઈ. જ્યાં મુસાફરો ભરેલી એક બસ વિજળીના તાપના ચપેટમાં આવી ગઈ. બસમાં કરંડ દોડવાના કારણે યાત્રીઓમાંથી લગભગ બે ડઝન યાત્રીઓ દાઝ્યા, જેમાંથી લગભગ 6 લોકોના મોત થઈ ગઈ છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. બસમાંથી ઈજાગ્રસ્તોને નિકાળીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. હોસ્પિટલ મુખ્ય ચિકિત્સા અધિકારી ડો. એસપી શર્માએ 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

 આ ઘટના વિશે જાલોર મુખ્ય ચિકિત્સા અધિકારીએ કહ્યું કે, આ ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 6 ગંભીર ગાયલોને જોધપુર રેફર કરવામાં આવ્યા છે. તે ઉપરાત 13 લોકોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. જિલ્લા યાત્રી બસ સાથે ઘટના ઘટી જેનો રજિસ્ટ્રેશન નંબર આરજે 51 પીએ 0375 છે.

 કહેવામાં આવી રહ્યો છે કે, આ બસ રસ્તો ભૂલીને ગામની વચ્ચે આવી ગઈ હતી. મહેશપુરાના નિવાસી ઘનશ્યામ સિંહે જણાવ્યું કે, યાત્રીઓથી ભરેલી બસ માંડોલીથી બ્યાવર માટે નિકળી હતી. પરંતુ રાતના અંધારાના કારણે રસ્તો ભૂલી જવાના કારણે બસ મહેશપુરા ગામમાં ઘૂસી ગઈ હતી. ગામમાં 11 કેવીની લાઈનનો વિજળીનો તાર બસ સાથે ટચ થઈ જવાના કારણે આગ લાગી ગઈ હતી.

(11:06 am IST)