મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

સૈફ અલી ખાનની ' તાંડવ ' વિવાદમાં ફસાઈ : ભગવાન શિવ અને રામ પર ટિપ્પણીનો આરોપ

અલી અબ્બાસ જફર અને એમેઝોન પ્રાઇમ વીડિયોને લીગલ નોટિસ

મુંબઈ : અભિનેતા સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઇ છે. વેબ સિરીઝ રીલિઝ થતા જ વિવાદમાં આવી ગઇ છે. તાંડવના ડાયલૉગ્સ અને સીનને લઇને દર્શકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં મેકર્સ પર ભગવાન રામ, નારદ અને શિવના અપમાનનો આરોપ લાગ્યો છે. આ મામલે વિવાદ એટલો વધી ગયો છે કે બોમ્બે હાઇકોર્ટના વકીલ આશુતોષ દુબેએ અલી અબ્બાસ જફર અને એમેઝોન પ્રાઇમ વીડિયોને લીગલ નોટિસ મોકલી છે

જીશાન અય્યુબ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ કહે છે કે અંતે તમને કોનાથી આઝાદી થઇએ. આ વચ્ચે નારદના વેશમાં સ્ટેજ સંચાલક કહે છે- ‘નારાયણ-નારાયણ. પ્રભુ કઇ કરો. રામજીના ફોલોઅર્સ સતત સોશિયલ મીડિયા પર વધતા જઇ રહ્યા છે. મને લાગે છે કે આપણે પણ કઇક નવી રણનીતિ બનાવી લેવી જોઇએ.’ જેની પર જીશાન અય્યુબ કરે છે, ‘શું કરૂ હું તસવીર બદલી આપુ શું?’ તે બાદ સંચાલક કહે છે, ‘ભોલેનાથ તમે તો ઘણા ભોળા છો’.

તાંડવના આ સીનને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર આપત્તિ વ્યક્ત કરી છે. ટ્વિટર પર લોકો ભગવાન શિવનો આ રીતનો રૂપ બતાવવા અને ભગવાન રામ વિશે ટિપ્પણી કરવા પર ગુસ્સો કાઢી રહ્યા છે

અંકિતા ઠાકુર નામની એક ટ્વિટર યૂઝરે વીડિયો શેર કરતા લખ્યુ, ‘અલી અબ્બાસ તાંડવ વેબ સિરીઝના ડિરેક્ટર છે અને તે પુરી રીતે લેફ્ટ વિંગના એજન્ડાને આગળ વધારવામાં જોડાયેલા છે. તે ટુકડે-ટુકડે ગેન્ગને ગ્લોરિફાઇ કરી રહ્યા છે. જીશાન અય્યુબને સ્ટેજ પર ભગવાન શિવના વેશમાં ગાળો બોલતા પણ બતાવવામાં આવ્યો છે. Tandav

એક અન્ય યૂઝર આકાશ સિકચીએ ટ્વિટર પર લખ્યુ, તાંડવ મત જોવો, આ પુરી રીતે એક તરફી વેબ સિરીઝ છે. જેમાં જેએનયુ (જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટી)ની છબી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ સિવાય પણ કઇ નથી. બોલિવૂડ તેની ઇમેજ સાફ કરવા માટે અભિયાન ચલાવી રહ્યો છે

(12:00 am IST)