મુખ્ય સમાચાર
News of Friday, 17th January 2020

નાગરિકતા સંશોધન કાનૂન પર દેશભરમાં હોબાળોઃ કેરળના શખ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગરિકતા માટે આરટીઆઇ માંગી

નાગરિકતા સંશોધન કાનૂન પર દેશભરમાં ચર્ચા જારી છે આ વચ્ચે કેરળના ત્રિશુર જિલ્લાના ચાલકકુડી કસ્બામાં રહેનાર એકલ્લુવીટિટલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગરિકતા માટે સુચના અધિકાર યાને કે આરટીઆઇને લઇ આવેદન આપ્યું.

ભાસ્કર ડોટકોમ પર છપાયેલ ખબર અનુસાર ૧૧ જાન્યુઆરીના રાજયના સૂચના વિભાગને મળેલ આવેદનમાં પુછવામા આવ્યુ આ વાતની જાણકારીઆપો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના નાગરિક છે કે નહી.

આ આવેદનમાં મોદીની નાગરિકતા સંબંધી દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી. કેરળ સરકારએ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાનૂન રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. આવુ કરનાર આ દેશનુ પ્રથમ રાજય છે.

દેશમાં સરકારી કામકાજમા પારદર્શિતા લાવવા માટે મકસદ થી ર૦૦પ માં સૂચના અધિકાર લાગૂ કરવામા આવેલ. આને લઇ ભારતીય નાગરિક કોઇપણ સરકારી વિભાગની જાણકારી મેળવી શકે છે. સૂચના અધિકાર અધિનિયમની ધારા-૬ ના મુજબ કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર સંબંધિત વિભાગ લાક સૂચના અધિકારી અથવા સહાયક લોક સૂચના અધિકારી ને નિવેદન આપવાનુ હોય છે.

અધિનિયમની ધારા - ૭ મા ૩૦ દિવસમાં જાણકારી આપવાનું પ્રાવધાન છે. જો સુચના કોઇ વ્યકિતના જીવન અગર સ્વતંત્રતા સંબંધી છે તો તેને ૪૮ કલાકમાં જાણકારી આપવાનો નિયમ છે.

(10:21 pm IST)