મુખ્ય સમાચાર
News of Friday, 17th January 2020

દિલ્હીમાં કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા લડશે ચૂંટણી ? : આશાદેવીએ કહ્યું તેમને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી

કીર્તિ આઝાદના ટ્વીટ 'મા તુજે સલામ' આશા દેવી આપકા સ્વાગત હૈ. બાદ અટકળને વેગ મળ્યો હતો

નવી દિલ્હી : આગામી 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડી શકે તેવા સમાચાર વહેતા થયા હતા. જો કે, નિર્ભયાની માતા આશાદેવીએ આ આરોપોનું ખંડન કર્યુ છે. આશાદેવીએ કહ્યું કે, તેમને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ ન્યાય જોઈએ તેમ આશાદેવીએ કહ્યું છે.

દિલ્હી કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના સભ્ય કિર્તી આઝાદે એક ન્યૂઝ અહેવાલને ટાંકતા ટ્વીટ કર્યુ હતું કે, 'મા તુજે સલામ' આશા દેવી આપકા સ્વાગત હૈ. આ ટ્વીટ બાદ તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ હતું.

બાદમાં ખુદ આશાદેવીએ આ તમામ અહેવાલોનુ ખંડન કરતા ન્યાયની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને રાજકારણમાં કોઈ જ રસ નથી અને મેં કોંગ્રેસમાં કોઈ સાથે વાત કરી નથી.

(8:04 pm IST)