મુખ્ય સમાચાર
News of Friday, 17th January 2020

ડોન હાજી મસ્તાનના પુત્રએ કર્યો ખુલાસો : માત્ર ઇન્દિરા ગાંધી નહિ ઘણા મોટા નેતાઓને કરીમ લાલા સાથે સારા સબંધો હતા

મુંબઈ : મુંબઈના ડોન હાજી મસ્તાનના દત્તક પુત્ર સુંદર શેખરે કહ્યું છે કે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી કરીમ લાલાને મળ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર ઇન્દિરા ગાંધી જ નહીં, ઘણા મોટા નેતાઓ કરીમ લાલા સાથે ખૂબ સારા સબંધો હતા અને અહીં આવતા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતનાં કરીમ લાલા અને ઈન્દિરા ગાંધી વચ્ચેની બેઠક અંગેના નિવેદન પર, શેખરે કહ્યું કે તેમણે કંઈ ખોટું કહ્યું નથી. સુંદર શેખરે એમ પણ કહ્યું છે કે મારા પિતા (હાજી મસ્તાન) ઉદ્યોગપતિ હતા અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે તેમના સારા મિત્ર હતા.

સંજય રાઉતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે અન્ડરવર્લ્ડ કમજોર છે પરંતુ આપણે અન્ડરવર્લ્ડનો સમય જોયો છે, જ્યારે હાજી મસ્તાન મંત્રાલયમાં પહોંચ્યા ત્યારે લોકો તેમનું સ્વાગત કરવા બહાર આવતા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ કરીમ લાલાને મળવા માટે મુંબઈ આવતા

 અત્રે ઉલ્લેખનીય છે કે કરીમ લાલા 60 અને 70 ના દાયકામાં મુંબઇના ડોન તરીકે જાણીતા હતા, જેમને ફિલ્મ અને રાજકારણની દુનિયાના ઘણા પ્રભાવશાળી લોકોસાથે ઉઠવુ બેસવું હતું.

(12:00 am IST)