મુખ્ય સમાચાર
News of Thursday, 17th January 2019

વાયબ્રન્ટની સાથે સાથે......

ત્રણ દિવસીય સમિટમાં રોકાણને લઇને ચર્ચા

અમદાવાદ, તા. ૧૭ : જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલે અનેક પ્રકારની અપેક્ષાઓ વચ્ચે શરૂઆત થઇ રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૯મી આવૃત્તિનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવનાર છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત યાત્રાએ આજે આવી પહોંચ્યા હતા. આની સાથે જ તેમના ભરચક કાર્યક્રમોની શરૂઆત થઇ હતી. મોદીની ગુજરાત યાત્રા અને વાયબ્રન્ટની સાથે સાથે નીચે મુજબ છે.

*   દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલથી વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે

*   મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાંચ દેશોના વડાઓ અને ૩૦૦૦૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ ભાગ લઇ રહ્યા છે

*   મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે જુદા જુદા દેશોના વડાઓ સાથે વન ટુ વન મિટિંગ

*   મુકેશ અંબાણી, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલા સહિતના ૨૦થી વધુ ઉદ્યોગપતિઓ એક સાથે મંચ ઉપર દેખાશે

*   વૈશ્વિક કંપનીઓના સીઈઓ અને વડાઓ સાથે પણ મોદી વાતચીત કરશે

*   ગ્લોબલ વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને સંસ્થાકીય રોકાણકારો સાથે આવતીકાલે સાંજે મોદી રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે

*   કારોબારીઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ બાદ વીવીઆઈપી મહેમાનો સાથે ડિનરનું આયોજન કરાશે

*   મહાત્મા મંદિર ખાતે શુક્રવારથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી આવૃત્તિની શરૂઆત થઇ રહી છે. તમામ ટોપના ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લઇ રહ્યા છે

* વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આજે ગુજરાત આવી પહોંચ્યા હતા ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયા હતા

*   ગુજરાત યાત્રાના પ્રથમ દિવસે મોદીએ સૌથી પહેલા વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. બંને કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ મોદીએ ટૂંકા સંબોધન કર્યા હતા

*   સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનપ ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

*   આવતીકાલે સવારે દસ વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનુ ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવમાં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમ્મેલનનુ ઉદ્ઘાટન કરનાર છે

*   વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી

*   આ વખતે રાફેલ ડીલને લઇને જારી વિવાદના કારણે અનિલ અંબાણી નજરે પડી રહ્યા નથી

*   મોદીની યાત્રાને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા તમામ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી છે

*   જંગી રોકાણને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ

*   જુદા જુદા દેશોના પ્રતિનિધીઓ પણ ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે

*   આગામી ત્રણ દિવસ ગુજરાત વાયબ્રન્ટના રંગમાં રંગાઇ જશે

*   બીજા દિવસે વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મોદી હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની મુલાકાત લેશે. સિલવાસામાં પણ જશે

*   મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના એલએન્ડટી કંપનીમાં બનેલા ટેંક સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝરગન રાષ્ટ્રને ૧૯મીએ સુપરત કરશે

*   ૧૯મીએ અમદાવાદથી સુરત વિમાની મથક માટે મોદી રવાના થશે. હજીરા જશે જ્યાં ગન ફેક્ટ્રીનું લોકાર્પણ કરશે

*   હજીરાથી દાદરાનગર હવેલીના હેડક્વાર્ટર્સ જશે. સિલવાસા જશે જ્યાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે ત્યાર બાદ મુંબઈ જવાનો કાર્યક્રમ છે જ્યાં ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલયના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે

(9:02 pm IST)