મુખ્ય સમાચાર
News of Thursday, 17th January 2019

ભારતીય યુનિવર્સિટીઓનો વર્લ્ડ રેન્કિંગમાં થયો સુધારો : 49 સંસ્થાનોનો સમાવેશ : 25 સંસ્થા ટોપ 200માં સ્થાન

નવી દિલ્હી :ઇમર્જિંગ યૂનિવર્સિટી રેંકિંગમાં ભારતની 49 સંસ્થાનોને સ્થાન મળ્યું છે. આ 49 સંસ્થાનોમાંથી 25 સંસ્થાનોને ટોપ 200માં સ્થાન મળ્યુ છે. લંડનના ટાઇમ્સ હાયર એજ્યૂકેશન પ્રમાણે 2019ની યાદીમાં સૌથી વધારે જગ્યા મેળવનારો દેશ ચીન છે. જેની શિંગુઆ યૂનિવર્સિટીએ ટોચનું સ્થાન મેળવ્યું છે . જ્યારે ટોપ 5માં ચીનના 4 સંસ્થાનો છે.

  આ યાદીમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાને 14મું સ્થાન મેળવ્યું છે. IIT-બોમ્બે 27માં સ્થાને રહ્યું. જો કે, બંન્ને આ વર્ષે બંન્ને એક સ્થાન પાછળ ખસ્યું છે. જેનું મુખ્ય કારણ વધતી સ્પર્ધા છે. આ રેંકિંગમાં ભારત માટે મિશ્ર તસવીર પ્રસ્તુત કરે છે. જેમાં ઝડપથી પ્રગતિ કરી રહેલા ઘણાં નવા સંસ્થાનોને પ્રવેશ મળ્યો છે, જ્યારે ઘણાં સંસ્થાનોનું સ્થાન ઉપર-નીચે થયું છે. ભારતની 2018માં 42 સંસ્થાનોની તુલનાએ આ વર્ષે આ યાદીમાં 49 સંસ્થાનોએ સ્થાન મેળવ્યું છે. જ્યારે ટોપ 200 સંસ્થાનોમાં ભારતના 25 સંસ્થાનો સામેલ છે.

  ટાઇમ્સ હાયર એજ્યૂકેશન ઉચ્ચ શિક્ષણ પર ડેટા એકત્ર કરી તેનું વિશ્લેષણ કરી તેના પર વિશેષતા હાંસિલ કરતું એક સંગઠન છે. જે દર વર્ષે અલગ-અલગ સ્તર પર શિક્ષણ જગત સાથે જોડાયેલા ઘણાં રેંકિંગ જાહેર કરે છે.

 

(12:00 am IST)