મુખ્ય સમાચાર
News of Thursday, 16th December 2021

અમેરિકાએ ઉઇગરના મુસ્લિમોના અત્યાચાર મુદ્દે ચીન પર લગાવ્યા નવા પ્રતિબંધો લાદ્યા

શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારના ઉલ્લંઘન માટે ઘણી ચીની બાયોટેક અને સર્વેલન્સ કંપનીઓ પર નવા પ્રતિબંધો

અમેરિકાએ ઉઇગર મુસ્લિમોના માનવાધિકારના ઉલ્લંઘન માટે ચીન પર નવા પ્રતિબંધોની જાહેર કર્યા છે પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તે શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારના ઉલ્લંઘન માટે ઘણી ચીની બાયોટેક અને સર્વેલન્સ કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદી રહી છે.વાણિજ્ય વિભાગ ચીનની એકેડેમી ઑફ મિલિટરી મેડિકલ સાયન્સ અને તેની 11 સંશોધન સંસ્થાઓને નિશાન બનાવી રહ્યું છે જે ચીની સૈન્યને મદદ કરવા બાયો-ટેક્નોલોજી પર કામ કરે છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પણ ચીનની કેટલીક કંપનીઓ સામે દંડ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

વાણિજ્ય વિભાગની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકન ગુપ્તચરોને જાણવા મળ્યું છે કે બેઇજિંગે સમગ્ર શિનજિયાંગ પ્રાંતમાં ઉચ્ચ તકનીકી સર્વેલન્સ સિસ્ટમ્સ ગોઠવી છે, પ્રાંતના તમામ રહેવાસીઓની ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને ઓળખ) તૈયાર કરવામાં આવી છે. પ્રાંતના 12 થી 65 વર્ષની વયજૂથના તમામ રહેવાસીઓ પાસેથી ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અમેરિકા આને પ્રાંતના ઉઇગર મુસ્લિમોને દબાવવાના પ્રયાસ તરીકે જુએ છે.

(11:44 pm IST)