મુખ્ય સમાચાર
News of Thursday, 16th December 2021

દિલ્હીમાં ફરીવાર કોરોનાનો કહેર :5 મહિના પછી સૌથી વધુ નવા દૈનિક 85 કેસ નોંધાયા

અગાઉ 8 જુલાઈએ નોંધાયા હતા 93 કેસ: સમગ્ર દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 135

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ફરીવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 85 નવાકેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને ચેપનો દર છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ છે. આ બાબતથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ 8 જુલાઈના રોજ 93 કેસ હતા અને 30 જૂનના રોજ પોઝિટિવિટી રેટ 0.15 ટકા હતો. અત્યારે પણ સકારાત્મકતા દર 0.15 ટકા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 25,100 લોકોના મોત થયા છે. રાજ્યમાં 475 સક્રિય દર્દીઓ છે.

રાજધાનીમાં હોમ આઈસોલેશનમાં 202 દર્દીઓ છે. તેની સાથે જ રિકવરી રેટ 98.22 ટકા છે. અત્યાર સુધીમાં 14,41,935 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 14,16,360 લોકો સાજા થયા છે હાલમાં સમગ્ર દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 135 છે.

(9:41 pm IST)